ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે, ત્યારે જાણીયે શું છે તેની વ્યવસ્થા - Bhavnagar Rathyatra Root Length

ભાવનગર શહેરની રથયાત્રા બીજા નંબરની(Bhavnagar Rathyatra Preparation ) રથયાત્રા ધામધૂમ નીકળવાની છે. શહેરમાં ધજાઓ સહિત અન્ય તૈયારીઓ(Bhavnagar Rathyatra Preparation) કરવામાં આવી રહી છે. બે વર્ષ કોરોનાના બાદ આ વર્ષે રથયાત્રામાં શુ હશે તે જાણવાની ઈચ્છા હોય તો આગળ જરૂર વાંચો. જાણો

ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે, ત્યારે જાણીયે શું છે તેની વ્યવસ્થા
ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે, ત્યારે જાણીયે શું છે તેની વ્યવસ્થા

By

Published : Jun 18, 2022, 8:40 PM IST

ભાવનગર: "જય જગન્નાથ" હા જગતનો નાથ કોરોનાના બે વર્ષ પછી નગરયાત્રાએ નીકળવાના છે. ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી(Second Number Rathyatra in Gujarat) નીકળે છે. ભાવનગરની 37મી રથયાત્રાની તૈયારીઓ(Bhavnagar Rathyatra Preparation) પુરજોશમાં નીકળવાની હોવાથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોઈએ વ્યવસ્થાઓ શુ હશે રથયાત્રામાં.

ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં

આ પણ વાંચો:145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ

કોરોના બાદ રંગેચંગે નીકળશે 37 મી રથયાત્રાની તૈયારી -ભાવનગરમાં ભીખુ ભટ્ટ પ્રેરિત જગન્નાથ રથયાત્રા આગામી દિવસમાં 1 જુલાઈના રોજ નિકળનારી રથયાત્રાને લઈને કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ થઈ ચૂક્યું છે. ધજાઓ, પતાકાઓ બનાવીને શહેરમાં લગાવીને માહોલ કેસરિયો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. રથયાત્રા સમિતિના અધ્યક્ષે(Chairman of the Rathyatra Committee) જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ 17 કિલોમીટર લાંબી(Bhavnagar Rathyatra Root Length ) રથયાત્રાના રૂટ માટે 17 હજાર ધજાઓ કરવામાં આવી છે. શહેરને કેસરિયા માહોલમાં ફેરવવાની તૈયારી છે. આ સાથે મોટા હોર્ડિંગ(Bhavnagar Rathyatra Hoardings ) અલગ અલગ સ્થળો પર લગાવવામાં આવ્યા છે.

આ સાથે મોટા હોર્ડિંગ અલગ અલગ સ્થળો પર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Vadodara Rathyatra 2022: જય જગન્નાથ સાથે અહીં પણ ભગવાનનો જળાભિષેક

રથયાત્રામાં શુ શુ જોવા મળશે અને પોલીસની તૈયારી શું -ભાવનગરની 37મી રથયાત્રા માટે પોલીસે કામગીરી આદરી દીધી છે. રથયાત્રા સમિતિએ પણ બેઠકોનો દોર શરૂ છે. રથયાત્રા સમિતિ અધ્યક્ષએ જણાવ્યું કે, રથયાત્રામાં આ વર્ષે 100 ટ્રક, 15 ટ્રેકટર, 10 છકડાં, 8 ઘોડા , 5 હાથી અને 4 અખાડા હશે. આ સાથે રાષ્ટ્રીય અને ધાર્મિક ફ્લોટ પણ અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ દ્વારા પણ કોમ્બિગ કરવામાં આવી રહ્યું છે. સ્ટાફિંગ ડોગ, ડ્રોન અને CCTV થી ખાસ નજર રાખવામાં આવશે સુરક્ષાની ખાતરી પૂરી પાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details