- આ વર્ષે મગફળીની મબલખ આવકના આંકડાઓ
- ચીનને મોટાપાયે વેચાઈ ગયું સિંગતેલ
- ચીન સાથે વેપાર નહીં કરવાની વાતો ક્યાં ગઇ?
- ગરીબો માટે પહોંચમાં નથી રહ્યાં સિંગતેલના ભાવ
મગફળીની મબલખ આવક પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં ભડકો, કારણ શું ? જુઓ - ભાવવધારો
કોઈપણ સ્થળે જાવ, સિંગતેલના ભાવ આસમાને છે. સૌરાષ્ટ્ર જેવા પ્રાંતમાં મગફળીનું ઉત્પાદન થતું હોવા છતાં ભાવો આસમાને પહોચ્યા છે. દિવાળી જેવો તહેવાર માથે છે ત્યારે ગરીબો સુધી સીંગતેલ નથી પહોંચી શકતું, પણ ચીન સુધી જરૂર પહોંચી ગયું છે. દગાબાજની ઉપમાથી ચીનનું આકલન ભારતમાં થાય છે ત્યારે ગરીબોના મોંએ પહોંચાડવાને બદલે ડ્રેગનના મોં સુધી મગફળી અને તેનું તેલ પહોંચી રહ્યું છે. જેના પગલે મગફળીની મબલખ આવક છતાં સિંગતેલના ભાવ ઘટવાનું નામ લેતાં નથી.જાણો સંપૂર્ણ અહેવાલમાં.
મગફળીની મબલખ આવક પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં ભડકો કારણ શું ? જુઓ
ભાવનગરઃ ઘરના ઘંટી ચાંટે અને પાડોશીને આટો આપે. સિંગતેલની વાતે આવો ઘાટ આપણા દેશનો છે. દેશ અને વિદેશની ચર્ચા ચૂંટણીની થઈ રહી છે પણ ઘરમાં સ્પર્શી ગયેલી મગફળીની અસર વિશે કાઈને ખ્યાલ નહીં હોય તો ચાલો જાણીએ તહેવારો પર શું દઝાડશે કે ? બીજું કોણ દેશમાંથી મગફળીની આયાત કરાવીને સંગ્રહ કરી રહ્યું છે શા માટે?
- પાક નિષ્ફળની વાતોની ઉલટી સ્થિતિ
ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે પાક નિષ્ફળ જવાની અને મગફળીમાં નુકસાનની ચર્ચા ઉપર યાર્ડમાં આવતી મબલખ મગફળીની આવકે છેદ ઉડાડયો છે. એક તરફ યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા રહી નથી તો બીજી બાજુ દિવાળી ટાણે સિંગતેલ એટલે મગફળીના તેલમાં ઘટાડો થવાને બદલે વધારો જોવા મળ્યો છે. આખરે શું કારણ છે ?
- ભાવનગર યાર્ડમાં મબલખ આવક
ભાવનગર માર્કેટિંગ યાર્ડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીની ભારે આવક થઈ રહી છે પણ પ્રશ્ન એ છે કે સિંગતેલમાં ઘટડાઓ થવાની શક્યતા વર્તાતી નથી. ભાવનગર યાર્ડમાં હાલમાં 15000 મગફળીની ગુણીની આવક થવાથી યાર્ડ ભરચક થયું છે અને ત્રીજી વખત મગફળી ન લાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ટેકાના ભાવમાં વેચવાને બદલે યાર્ડમાં કેમ સામાન્ય હરાજીમાં મગફળીની આવક વધી ? આ પ્રશ્ન સામે જવાબ એક જ છે કે ભાવ 1400ને સ્પર્શી ગયાં અને ટેકા 1055 રુપિયા કેન્દ્ર સરકાર આપી રહી છે.
- મગફળીની આવક સામે ખપત શું કામ ? યાર્ડનો જવાબ
યાર્ડનું કહેવું છે કે ભાવ હાલ ગગડયાં છે. કારણ કે ખરીદ શક્તિ ઘટવા પામી છે. જોકે મગફળી ચીનમાં નિકાસ કરવામાં આવી રહી છે. તેથી મગફળીની ખરીદી વધી ગઈ હતી. હાલમાં પણ 4 તારીખથી યાર્ડમાં મગફળી લાવવા પર રોક લગાવાઇ છે અને હાલમાં 15 હજાર ગુણીનો ભરાવો છે. ભાવનગરમા સિંગતેલના ભાવ 2400 સુધી ડબ્બા સુધી પહોંચીને પરત 2300 પર આવ્યાં છે. આ ભાવો વધવા સામે તેલના વેપારીઓ માની રહ્યાં છે કે એક કારણ લોકોની તેલ પ્રત્યે માનસિકતા બદલાઈ છે માટે ફિલ્ટર તેલના બદલે સિંગતેલ જેવા તેલ ખાદ્ય તરીકે વપરાશમાં લીધાં છે.
- તેલના ભાવ પાછળ ચીન પણ જવાબદાર છે, કારણ શું ?
ભાવનગરમાં તેલના ડબ્બાના ભાવ પાછળ લોકોને પ્રશ્ન જરૂર હશે કે મગફળીનું બમ્પર ઉત્પાદન થવા છતાં કેમ સિગતેલના ભાવ ગગડતાં નથી. તો જવાબ સાંભળો આપણા દેશને ભલે ચીન બોર્ડર પર દબાવતો હોય પણ હાલમાં તો આપણા દેશમાંથી હાલ આશરે 3 લાખ ટન મગફળી નિકાસ કરવામાં આવી રહી છે જેને પગલે મગફળીના શીંગતેલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો નથી.
- વેપારીના મતે તેલના ભાવ દિવાળીમાં ક્યાં સુધી ઘટી શકે
હાલ સિંગતેલના ભાવ 2350 પહોંચી ગયાં છે. જે રીતે આવક થઈ રહી છે તેને જોઈને હવે ચીનને આપવાની મગફળીનો ક્વોટા પૂરો થઈ રહ્યો છે અને છતાં આવક વધુ છે. તેથી તહેવારોમાં મગફળી ઘટીને 2150 સુધી પહોંચી શકે છે તેનાથી ઓછા જવાના એંધાણ નહીં હોવાનું વેપારીઓ તેલના માની રહ્યાં છે.
- ચીનની મોટી સંખ્યામાં આયાત પાછળ શું માન્યતા ?
ભાવનગર નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારતમાંથી મગફળી કે તેના તેલની નિકાસ ભારત સરકાર કરી રહી છે. જેને પગલે ખેડૂતોને સારા ભાવ મળ્યાં. પણ સ્થાનિક કક્ષાએ તેલના ભાવ ઘટ્યાં નથી પણ ચીનની મગફળી કે તેના તેલના સંગ્રહ પાછળ હાલમાં યુદ્ધની ઉભી થયેલી વિવિધ દેશો સાથેની સ્થિતિ માનવામાં આવે છે.