ગુજરાત

gujarat

ETV Bharat / city

Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો - શિક્ષક, વાલીના મત

ભાવનગર શહેર અને જિલ્લામાં શાળાઓ વારંવાર ચાલુ (Bhavnagar school reopen) બંધ થવાથી અંતે શિક્ષણને નુકશાન થયું છે. શાળા Offline કે Online કયું શિક્ષણ શરૂ તે શિક્ષણ આપનારા શિક્ષકો અને વાલી પણ ખાસ સમજી ગયા છે. જાણો કયું શિક્ષણ શ્રેષ્ઠ.

Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો
Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો

By

Published : Feb 7, 2022, 9:29 PM IST

ભાવનગર: જિલ્લા અને શહેરમાં ચાલુ (Bhavnagar school reopen) બંધ થયેલી શાળાને પગલે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થોની મનોસ્થિતિ પર ઘણી અસરો થઈ છે. કોરોના બાદ ફરી શરૂ થયેલી શાળાથી દરેકની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી હતી. Online અને Offline શિક્ષણમાં આખરે પલડું ક્યાં ભારી અને શું નુકશાન તે સામે આવ્યું છે.

Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો

Online અને Offline શિક્ષણથી શિક્ષક, વિદ્યાર્થીની સમસ્યા

સમગ્ર દેશમાં મહામારીએ માણસોને એકબીજાની કિંમત કરતા શીખવ્યા છે, તો કેટલીક બાબતોમાં કેવી રીતે લડી શકો તેના વિશે જરૂર સમજણ આપી દીધી છે. Online અને Offline શિક્ષણ વચ્ચે સૌથી વધુ અસર શિક્ષકો (Education opinion of teacher) અને વિદ્યાર્થીઓને થઈ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ (Online education)માં ગણિત જેવા વિષયોમાં અને વિજ્ઞાન જેવા વિષયોમાં હાલાકી પડી છે. શિક્ષકોને પડેલી સમસ્યામાં ગણિતના દાખલા સમજાવવા તો વિજ્ઞાનમાં કોઈ પ્રયોગ થકી સમજાવવાની સમસ્યા ઉભી થઇ હતી. આ સિવાય સરકારની રસ ગરબા, રમત જેવી પ્રવૃતિઓ Online તો થઈ પણ તેની પ્રેક્ટિસ કરાવવી વગેરેમાં હાલાકી પડી છે. Online અને Offline શિક્ષણમાં Offline શિક્ષણની જીત થઈ છે.

Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો

આ પણ વાંચો:Asit vora resign: પેપરલીક કાંડ પછી GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ

વાલીઓને શુ પડી સમસ્યા?

શાળાઓ બંધ થઈ અને શરૂ થઈ એમ સૌથી વધુ સમસ્યા શિક્ષક અને વિદ્યાર્થીઓને પડી છે, પરંતુ સ્વાભાવિક છે કે વાલીને પોતાના બાળકોની ચિંતા સૌથી વધુ હોય ત્યારે ઘરમાં બાળકોને લઈને વાલીઓને પોતાના ત્રણ બાળકો હોઈ તો ત્રણ ફોન ક્યાંથી લાવવા તેમજ મહામારીમાં આવક બંધ હોવાથી રિચાર્જ પણ કેમ કરાવવું વગેરે જેવા પ્રશ્નો ઉભા થયા હતા. શાળા શરૂ જ રાખવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે. બાળકોને માસ્ક પહેરાવશે અને શાળામાં પણ ડિસ્ટન્સ રખાશે પણ શાળા બંધ ના કરે તેવી માંગ કરી રહ્યા છે.

Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો

આ પણ વાંચો:owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો

Offline અને Onlineમાં તફાવત

સમગ્ર દેશમાં લોકોએ શિક્ષણ ક્ષેત્રે Offline અને Online શિક્ષણમાં શ્રેષ્ઠ Offline શિક્ષણ સૌ પસંદ કરી રહ્યા છે. શિક્ષકો પણ માને છે કે Onlineમાં હાજરી ખૂબ ઘટી ગઈ હતી. વાલીઓ પણ માને છે ત્રણમાંથી બે બાળકોનું શિક્ષણ Online બગડી રહ્યું છે. ત્યારે આજના આધુનીક સમયમાં ટેકનોલોજી સસ્તી સેવા થાય તો પણ Offline સિવાય શિક્ષણ શક્ય નથી તે શિક્ષણ જગત સાથે જોડાયેલાને જરૂર સમજાઈ ગયું છે.

Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો

ABOUT THE AUTHOR

...view details