ભાવનગર: વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સરકાર સામે અનામતના પગલે ફરી એક વખત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ આક્ષેપ કર્યો કે, તેમને મળતા અનામત કરતાં ઓછું અનામત આપવામાં આવી રહ્યું છે.
ભાવનગરની વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સરકાર પર કર્યા આક્ષેપ, કહ્યું-27 ટકાને બદલે માત્ર 20 ટકા અનામત આપવામાં આવે છે - વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભાવનગરની વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ OBC,SC અને STને સંપૂર્ણ અનામત નહીં મળવાનો આક્ષેપ કર્યો છે. અનામત ઓછું મળવાથી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ આવેદનપત્ર પાઠવીને સંપૂર્ણ અનામત આપવાની માગ કરી છે. આવું નહીં થવા પર પાર્ટીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કલેક્ટરને આવેદનપત્ર
ભાવનગરની OBC,SC અને ST અનામત જગ્યામાં સરકાર દ્વારા સંપૂર્ણ અનામત નહીં મળવાના ગંભીર આક્ષેપ કર્યા બાદ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સરકારી ભરતીમાં 27 ટકા અનામત આપવાની માગ કરી છે. આ સાથે જ પાર્ટીએ આવું નહીં થવા પર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.