ગુજરાત

gujarat

ETV Bharat / city

મતદાન જાગૃતિ અર્થે ભાવનગરના શિક્ષકોએ બનાવ્યું EVM નું આબેહૂબ રેત ચિત્ર - Vivid sand picture of EVM

મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી ભાવનગરના શિક્ષકોએ રાજ્યની સૌપ્રથમ એવી સેન્ડ આર્ટની મદદથી રેત ચિત્ર બનાવવાની પ્રશંસનીય પહેલ કરી છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Feb 14, 2021, 5:30 PM IST

  • ભાવનગરના શિક્ષકોએ રાજ્યની સૌપ્રથમ એવી સેન્ડ આર્ટની મદદથી રેત ચિત્ર બનાવવાની પ્રશંસનીય પહેલ કરી
  • 7 શિક્ષકો દ્વારા 4 કલાકની જહેમત બાદ તૈયાર થયેલ ઇ.વી.એમ.
  • આ રેત ચિત્રને 10 હજારથી વધુ લોકોએ નિહાળ્યું
    ભાવનગર

ભાવનગરઃ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી ભાવનગરના શિક્ષકોએ રાજ્યની સૌપ્રથમ એવી સેન્ડ આર્ટની મદદથી રેત ચિત્ર બનાવવાની પ્રશંસનીય પહેલ કરી છે.

ભાવનગર

ઇ.વી.એમ. મશીનનું આબેહૂબ સેન્ડ આર્ટ રેત ચિત્ર તૈયાર કરાયું

જેમાં ભાવનગરના શિક્ષકોએ કોળિયાકના દરિયાકાંઠે સતત 4 કલાકની જહેમત બાદ ઇ.વી.એમ. મશીનનું આબેહૂબ સેન્ડ આર્ટ રેત ચિત્ર તૈયાર કરી દરિયાકાંઠે ઉપસ્થિત સહેલાણીઓના નિદર્શન અર્થે મુકયું હતું. આ રેત ચિત્રને 10 હજારથી પણ વધુ લોકોએ નિહાળ્યું હતું અને મતદાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવી માહિતગાર થયા હતા.

ભાવનગર

ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની દિશામાં એક અનુકરણીય પહેલ

આમ ભાવનગર તથા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત ઇ.વી.એમ.નું રેત ચિત્ર તૈયાર કરી ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની દિશામાં એક અનુકરણીય પહેલ કરવામાં આવી હતી સાથે સાથે કોળિયાક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સિગ્નેચર કેમ્પઈનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક હજારથી પણ વધુ લોકો પોતાના હસ્તાક્ષર કરી મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એન.જી.વ્યાસ, એજ્યુકેશન ઇન્સ્પેકટર એમ.આર.પાંડે, ચિત્રકાર અશોકભાઈ પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details