ગુજરાત

gujarat

ETV Bharat / city

વિરાટના માલિકે મહારાષ્ટ્રના સાંસદને આપ્યો જવાબ, કહ્યું- ખરીદવા પહેલાં કરો સર્વે - એક્સક્લુઝિવ સ્ટોરી

ભાવનગરના અલંગમાં રહેલા વિરાટનો વિવાદ વકરી રહ્યો છે, ત્યારે શિપ બ્રેકરે ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટ ઈશારો કર્યો કે, માગ કરનારા કે ખરીદવા માંગતા લોકોએ સ્થળ પર આવીને સર્વે કરવાની જરૂર છે. વધુમાં તેમણે પૂછ્યું કે, શું ખરીદનારા અલંગમાંથી જહાજ લઈ જઈ શકે તેવી સ્થિતિમાં છે?

વિરાટના માલિકે મહારાષ્ટ્રના સાંસદને આપ્યો જવાબ
વિરાટના માલિકે મહારાષ્ટ્રના સાંસદને આપ્યો જવાબ

By

Published : Dec 15, 2020, 5:01 PM IST

  • વિરાટની માગ વચ્ચે ભંગાણ શરૂ
  • વિરાટના માલિકે કહ્યું સ્થળ પર આવી કરો સર્વે
  • શિવસેનાના સાંસદે ભંગાણ રોકી મ્યુઝિયમ બનાવવાની કરી હતી માગ
  • રક્ષા મંત્રાલયને પત્ર લખીને શિવસેના સાંસદ પ્રિયંકા ચુતાર્વેદીએ કરી હતી માગ
    વિરાટના માલિકે મહારાષ્ટ્રના સાંસદને આપ્યો જવાબ, કહ્યું- ખરીદવા પહેલાં કરો સર્વે

ભાવનગરઃ અલંગમાં શ્રી રામ ગ્રુપે ખરીદેલા INS વિરાટ જહાજ વિવાદના ઘેરામાં સપડાઈ રહ્યું છે, તો બીજી તરફ જહાજના ભંગાણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના સાંસદે રક્ષા મંત્રાલયને પત્ર લખીને મ્યુઝિયમ બનાવવા માગ સાથે ભંગાણ રોરવા અંગે કહ્યું હતું, પરંતુ તે હવે સફળ થઇ શકશે નહીં.

વિરાટ જહાજનો નવો વિવાદ

વિરાટ જહાજનું મ્યુઝિયમ બનાવવાની માગ સાથે મુંબઈની એક કંપનીએ અલંગના શ્રી રામ ગ્રુપના માલિકને કોર્ટ સુધી લાંબા કર્યા હતા, પરંતુ તેમાં મુંબઈની કંપનીને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ હવે ફરી મહારાષ્ટ્રના શિવસેનાના સાંસદ પ્રીયંકા ચતુર્વેદીએ રક્ષા મંત્રાલયમાં પત્ર લખીને માગ કરી છે કે, મહારાષ્ટ્ર સરકાર ગોવામાં વિરાટ માટે જગ્યા ફાળવવા તૈયાર છે. જેથી હાલ 5 ટકા ભંગાણ થયું છે, તેને રોકવાના આદેશ આપવામાં આવે અને વિરાટનું મ્યુઝિયમ બનાવવા દેવાની મંજૂરી આપવામાં આવે.

વિરાટની સ્થિતિ

વિરાટને લઈને રાજકીય અને સામાજિક લોકો રક્ષા મંત્રાલય અને કેન્દ્ર સરકારમાં પત્ર વ્યવહાર કરીને રાજકારણ કરી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે. કારણ કે, ETV BHARATની ટીમે જ્યારે વિરાટના માલિક મુકેશ પટેલ સાથે વાતચાત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ વ્યક્તિ, રાજકીય પક્ષ કે સામાજિક સંસ્થા દ્વાર તેમની પાસેથી લેખિત કે મૌખિક માગ કરવામાં આવી નથી. જેથી રક્ષા મંત્રાલયના નિર્દેશ પ્રમાણે અમે ભંગાણ કરી રહ્યાં છીંએ.

વિરાટનું ભંગાણ

ખરીદનારા લોકો કરે સર્વે

આ વિવાદ અંગે શ્રી રામ ગ્રુપના માલિક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, વિરાટ બાબતે તેમને હજુ સુધી કોઈ પત્ર કે કશું મળ્યું નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, વિરાટને ખરીદવા માગતા લોકોએ એક વખત સ્થળ પર આવીને સર્વે કરવાની જરૂર છે. કારણ કે, જહાજનું મોટા પ્રમાણમાં ભંગાણ થઇ ચૂક્યું છે. જેથી હવે આ જહાજને પાણીમાં ખેંચીને લઈ જવું પણ શક્ય નથી.

ABOUT THE AUTHOR

...view details