- નેતાના વધામણાંમાં ભાજપ ભુલ્યું ભાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
- ભાવનગરમાં આવેલ બે નેતાઓ માટે એકઠા થયા
વતન આવેલા ભાજપના બે નેતાઓ કોરોના મહામારીના નિયમ ભુલાયા
ભાવનગર : શહેરમાં ભાજપ શોરજોરથી ચૂંટણી પહેલા માહોલ ઉભો કરવા માટે લાગી ગયા છે. ત્યારે ભાવનગરમાં પ્રદેશ મંત્રી રઘુભાઈ હૂંબલ અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ ડાંગર પદ મળ્યા બાદ પ્રથમ વખત વતનમાં આવ્યા હતા. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
માદરે વતન પદ મળ્યા બાદ કોણ આવ્યું ભાવનગર
કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા મૂળ ભાવનગરના રહેવાસી રઘુભાઇ હૂંબલ અને ભરતભાઇ ડાંગર એરપોર્ટ પર આવી પોહચ્યા હતા.તેમના વધામણાં માટે કારનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.રેલી સ્વરૂપે તેમને વધાવીને ભાવનગર ભાજપ કાર્યાલય સુધી લાવવામાં આવ્યા હતા. જો કે બંને નેતાઓ પક્ષના પ્રદેશ પ્રમુખ.સી.આર પાટીલના કાર્યક્રમ સંદર્ભે તૈયારી રૂપે આવ્યા છે
નેતાઓનું આગમન પણ મહામારીમાં ભુલાયા નિયમ
ભાવનગરમાં આવેલ બે નેતાઓ માટે એકઠા થયા લોકોને તહેવારોમાં ધાબા પર એકઠા થવા દીધા નહિ અને જાહેરમાં એકઠા થાય તો નિયમની છડી ભાજપની સરકાર બતાવી રહી છે.ભાવનગરમાં આવેલ બે નેતાઓ માટે એકઠા થયેલા લોકો અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉઠ્યા ત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે શું આમના માટે કોઈ કાયદો નથી પણ પ્રજા પણ ચૂપ છે કારણ કે સત્તા પાસે શાણપણ નકામું છે તેમ ભાવનગરમાં ચર્ચાઈ રહ્યું છે. પણ આવા કેવા કાયદા જેમાં અમલવારી માત્ર પ્રજા પૂરતી છે પણ દેશમાં ચલાવતી સરકાર અને તેના નેતાઓ માટે નથી.