ગુજરાત

gujarat

ETV Bharat / city

શું તમે કયારેય આવા શેપ્ડ વાળી સેન્ડવીચ ખાધી છે? - વાનગીઓના વાયરલ વીડિયો

આજની પેઢી ખાવાપીવાની ખુબજ શોખીન(People who love to eat and drink) થઇ રહી છે. આજે તમામ રાજ્યમાં કંઇકને ખાવા લાયક વસ્તુ વખણાતી હોય છે(Recipes acclaimed in state). ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સૌથી વધું ખાવાના રસિયા જોવા મળે છે. ખાવાની વાનગીઓ પણ અતરંગી પ્રકારની જોવા મળતી હોય છે. તેમજ આ સોશિયલ મીડિયાના યુગમાં આવી વસ્તુઓના વીડિયો ખુબજ વાયરલ(Viral videos of recipes) થતા હોય છે.

સેન્ડવીચ
સેન્ડવીચ

By

Published : Jun 25, 2022, 5:38 PM IST

ભાવનગર : સોશિયલ મીડિયા યુઝર્સો(trend of social media) આજકાલ ખાદ્યપદાર્થોની બનાવટ અને તેની પોસ્ટો સૌથી વઘુ વધું અપલોડ કરતા હોય છે. આજે વાનગીઓનો ખુબજ ટ્રેન્ડ વધી રહ્યો(Viral videos of recipes) છે. કેટલીક વાનગીઓ એવી હોય છે જેનો સ્વાદ આપણે ચાખવા માંગતા હોઇએ છીએ. સુરતમાં હમણા થોડા દિવસ પહેલા ઉલ્ટા વડાપાવની રેસિપીનો વીડિયો ખુબજ વાયરલ થયો હતો. અત્યારે ભાવનગરમાં એક અલગજ પ્રકારની સેન્ડવિચ બજારમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો - Swiggy 2021 Report: સમોસા, બિરયાની, પાવભાજી કે ગુલાબ જામુન? જાણો 2021માં ભારતીયોએ સૌથી વધુ શું કર્યું ઓર્ડર...

હાર્ટ શેપ્ડ વાલી સેન્ડવીચ - શહેરમાં હાર્ટ શેપ્ડ ચોકલેટ ચીઝ સેન્ડવીચ ખુબજ વેચાઇ રહી છે. લોકો પણ આનો અનેરો આંનદ ઉઠાવી રહ્યા છે. રસિકોને આનો સ્વાદ અને તેનો આકાર ખુબજ પસંદ આવી રહ્યો છે. હાર્ટ શેપ્ટ વાલી સેન્ડવિચ હાલમાં ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. શહેરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવિચ જોવા મળી રહી છે. હાર્ટ સેન્ડવિચમાં આઈસ્ક્રીમ, ચીઝ, જામ, ચોકો બાર, આઈસ્ક્રીમના ટુકડાઓથી ભરેલી છે.

સેન્ડવીચ

આ પણ વાંચો -તહેવારો દરમિયાન યોગ્ય ભોજન

વીડિયો થયો વાયરલ - વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે, એક શેરીમાં વિક્રેતા સફેદ બ્રેડને હાર્ટના આકારમાં કાપતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ ટ્રેન્ડે જમ્મુ-કાશ્મીરના પ્રધાન ઓમર અબ્દુલ્લાને પણ ચોંકાવી દીધા હતા. વિડિયો શેર કરતાં તેણે લખ્યું, "આ સેન્ડવિચ એ મારું મન મોહી લિધું છે, મને ગુજરાતી ફૂડ ગમે છે.” વિક્રેતાનું નામ 'હિતેશ સેન્ડવિચ વાળા' છે.

સેન્ડવીચ

ABOUT THE AUTHOR

...view details