- 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશન શરૂ
- 10 સ્થળો પર વેક્સિનેશન શરૂ થયું છે
- મતદાનના દિવસ જેવો સર્જાયો માહોલ
ભાવનગર: શહેરમાં વેક્સિનેશન માટે મહાનગરપાલિકાએ 10 સ્થળો પર 1 મે ગુજરાત સ્થપના દિવસે પ્રારંભ કર્યો છે. રજિસ્ટ્રેશન કરાવનારા યુવાનોની લાઈનો વહેલી સવારથી જોવા મળી છે. વહેલી સવારમાં વેક્સિન કેન્દ્રો પર લાગેલી લાઈનો ભારતને અમેરિકાથી આગળ વેક્સિનેશનમાં લઇ જવાનો સંકેત આપે છે.
10 સ્થળો પર વેક્સિનેશન શરૂ થયું છે આ પણ વાંચો:રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા
ભાવનગરમાં વેક્સિનેશન માટે 10 સ્થળો પર વ્યવસ્થા
ભાવનગર શહેરમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસે શહેરમાં 10 સ્થળો પર વેક્સિનેશન માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ સવારના 9 કલાકથી વેક્સિનેશન 18 વર્ષથી ઉપરના લોકો માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન કરનારા દરેક 18 વર્ષ ઉપરના લોકો માટે વેક્સિનેશન દેવાનું શરૂ કર્યું છે. વહેલી સવારથી વેક્સિનેશનને જબ્બર પ્રતિસાદ જોવા મળ્યો છે. યુવાનો મતદાન કરતા હોઈ તેમ વહેલી સવારથી વેક્સિન માટે લાઈનોમાં લાગી ગયા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં શનિવારથી 18 વર્ષથી ઉપરના યુવાનોને અપાશે વેક્સિન
કેટલા સ્થળે વેકસીનેશન, હાલ કેટલો જથ્થો..?
ભાવનગર મહાનગરપાલિકાએ 10 સેન્ટર પર વેક્સિનેશન શરૂ કર્યું છે, ત્યારે એક સેન્ટર પર 200 લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. એટલે 2,000 ભાવનગરના યુવાનોને આજે વેક્સિન મૂકવામાં આવશે. 1. રુવા સુભાષનગર 2.કુંભારવાડા સર્કલ 3. મહાનગરપાલિકા ઝોન કચેરી,યાર્ડ 4. ડોકટર હોલ 5.સંત પ્રભારામ સિંધુનગર 6.સરદાર પટેલ સ્મારક મંડળ, વિજયરાજનગર 7.રોટરી કલબ 8.શિવાજી સર્કલ 9.કાળિયાબીડ અર્બન હેલ્થ સેન્ટર 10. શાળાના ન 17,દિપક ચોક. આમ ભાવનગરમાં 10 સ્થળે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.