ગુજરાત

gujarat

By

Published : Jan 16, 2021, 1:13 PM IST

ETV Bharat / city

ભાવનગરમાં આજથી 6 કેન્દ્ર પર વેક્સિનેશન અભિયાન શરૂ

ભાવનગરમાં વેક્સિનેશન માટે 10માંથી 6 સેન્ટર થઈ ગયા છે તો શહેર જિલ્લાના વેક્સિન લેનારા લોકોનું લિસ્ટ વેક્સિનના દિવસ પૂર્વે બનાવવામાં આવ્યું છે નેતાઓ શહેરમાં અને જિલ્લામાં વેક્સિન સેન્ટર પર હાજર રહેવાના છે ડોક્ટરો પ્રથમ વેકસીન લઈને પ્રારંભ કરાવશે અને એક સેન્ટર પર રોજના 100 લોકોને વેકસીન આપવાની વ્યવસ્થા કરાય છે. ભાવનગરમાં વેક્સિનેશન માટે લિસ્ટ તૈયાર કરી દેવામાં આવી છે.

ભાવનગરમાં આજથી 6 કેન્દ્ર પર વેક્સિનેશન અભિયાન શરૂ
ભાવનગરમાં આજથી 6 કેન્દ્ર પર વેક્સિનેશન અભિયાન શરૂ

  • ભાવનગરમાં વેકસીન માટે તંત્ર સજ્જ જો કે દસમાંથી હાલ છ સેન્ટર પર વેક્સિનેશન
  • આજથી સમગ્ર જિલ્લામાં વિવિધ 6 કેન્દ્ર પરથી કોવિડ રસીકરણનો પ્રારંભ
  • સરકારી અને ખાનગી ક્ષેત્રના કેન્દ્ર દીઠ 100 આરોગ્યકર્મીઓને અપાશે વેક્સિન
  • પ્રથમ તબક્કામાં કુલ 600 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે
  • વિભાવરીબેન દવે, જીતુભાઇ વાઘાણી અને સાંસદ ભારતીબેન રહેશે હાજર

ભાવનગરઃ રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લા માટે કોવિડ વેક્સિન કોવિશિલ્ડના 18 હજાર ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે, જે અન્વયે આજથી સમગ્ર જિલ્લામાં વિવિધ 6 આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોવિડ રસીકરણનો પ્રારંભ થયો છે.

ભાવનગરમાં આજથી 6 કેન્દ્ર પર વેક્સિનેશન અભિયાન શરૂ

ભાવનગરમાં 6 કેન્દ્ર પર વેક્સિન અપાશે

આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવાજી સર્કલ, આનંદનગર તથા આખલોલ જકાતનાકા અર્બન હેલ્થ સેન્ટર તેમ જ ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં બોરડા, તલગાજરડા તથા સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ 6 આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોવિડ રસીકરણનો પ્રારંભ થયો છે.

વેક્સિનના લાભાર્થીઓની યાદી તૈયાર થઈ ચૂકી છે

આ માટે પ્રથમ દિવસે દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ 100 એમ કુલ 600 સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્ય કર્મચારીઓને કોવિડ વેક્સિન કોવિશિલ્ડથી રક્ષિત કરવામાં આવનાર છે. તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વેક્સિનેટર, ULC, લાભાર્થીઓની યાદી સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details