ગુજરાત

gujarat

ETV Bharat / city

Rathyatra 2021: ભાવનગરની 36મી રથયાત્રામાં ભાગ લેનારા ભક્તોનું વેક્સિનેશન અને RT-PCR ફરજીયાત - ભાવનગર રથયાત્રા

ભાવનગર શહેરમાં રથયાત્રા માટે મંજુરી મળવાની સાથે કલેકટર કચેરીએ તંત્ર સાથે બેઠક પણ યોજાઈ ગઈ છે. રથયાત્રા 12 તારીખે બપોરે 1 કલાક સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. રથયાત્રાના રૂટ પર કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે સાથે રથયાત્રામાં પાંચ વાહનો અને એક રથ સાથે જોડાનારે વેકસીન લેવી પડશે અને RTPCR ફરજિયાત કરવાનો રહેશે ત્યારે તંત્રના નિયમો સ્વીકારીને રથયાત્રા સમિતિ રથયાત્રા યોજવા તૈયાર થઈ ગઈ છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Jul 9, 2021, 11:07 PM IST

  • ભાવનગરમાં 36મી રથયાત્રાને મંજૂરી મળતા તંત્ર સાથે બેઠક યોજાઇ
  • બપોરે 1 કલાકે 17 કિલોમીટર રૂટમાં રથયાત્રાને વિરામ વિના પૂર્ણ કરવાનો આદેશ
  • રથયાત્રામાં જોડાયેલા ભક્તોને વેકસીન અને RTPCR ફરજીયાત
  • કર્ફ્યૂના માહોલ વચ્ચે ભગવાન નીકળશે નગરયાત્રાએ

ભાવનગર: આગામી 12 તારીખે નિકળનારી રથયાત્રાને પગલે તંત્ર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે 1 વાગ્યા સુધીમાં રથયાત્રા પૂર્ણ કરવાની અને રથયાત્રા રૂટ પર કર્ફ્યૂ લાગેલો રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે એ સાથે રથયાત્રામાં જોડાનાર દરેકે વેકસીન અને RT-PCR કરવો ફરજીયાત છે.

ભાવનગરની 36મી રથયાત્રામાં વેક્સિનેશન અને RT-PCR ફરજીયાત

આ પણ વાંચો: રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા બાબતે ચર્ચા, નિર્ણય અકબંધ

ભાવનગરમાં રથયાત્રાને મંજૂરી કોણ રહ્યું હજાર બેઠકમાં

ભાવનગરમાં 36મી રથયાત્રા નિકળવા જઈ રહી છે, ત્યારે સરકારમાંથી મંજૂરી મળતા ભાવનગર કલેકટર કચેરીએ આયોજન હોલમાં કલેકટર, DSP અને મહાનગરપાલિકા સહિત PGVCL કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિભાગને કામ સોંપવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક વિભાગને નડતર વાયરો ઊંચા કરવા, રોડ વિભાગને રોડ સરખા કરવા અને પોલીસને સુરક્ષાને લઈને કામગીરી સોંપવામાં આવી હતી.

વિવિધ વિભાગોને કામ સોંપવામાં આવ્યા

આ પણ વાંચો: Rathyatra 2021: પાટણની 139મી રથયાત્રાને મળી વહીવટી તંત્રની મંજૂરી

રથયાત્રામાં શુ મળી મંજૂરી અને કેવી રીતે પૂર્ણ થશે યાત્રા?

ભાવનગરની 36મી રથયાત્રાને મંજૂરી મળી ગઈ છે, પણ રથયાત્રા કોરોનાકાળમાં કેટલાક ફેરફાર સાથે યોજવામાં આવશે. હજારો મહેરામણ જ્યાં ઉમટી પડે છે, ત્યાં કર્ફ્યૂ હશે. 17 કિલોમીટરના માર્ગમાં પોલીસ કાફલો હશે અને કોઈ પ્રસાદી વગર, કોઈ સ્લોટ વગર માત્ર પાંચ વાહનો અને ભગવાનના રથ અને રથને ખેંચનાર સિવાય કોઈ રહેશે નહીં. બેઠકમાં રથયાત્રાને 1 વાગ્યા સુધીમાં ક્યાંય રોકાયા વગર પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે રથયાત્રામાં જોડાનાર દરેકે વેક્સિન લેવી પડશે અને RT-PCR 11 તારીખના રોજ દરેકે કરાવવું પડશે. આ બધા નિર્ણય સ્વીકારીને રથયાત્રા સમિતિ તૈયાર બની છે અને 12 જુલાઈએ ભગવાનને નગરયાત્રા કરાવશે.

ABOUT THE AUTHOR

...view details