ભાવનગર: શહેરમાં વહેલી સવારથી ઠંડી (Cold in bhavnagar)ની વચ્ચે ઉત્તરાયણ (Uttarayan 2022 In Bhavnagar)નો પ્રારંભ થયો હતો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ગળામાં દોરીથી ઇજા (Kite string Injured in Bhavnagar), રસ્તા પર પતંગ માટે દોડતા અકસ્માતના બનાવ,ઇલેક્ટ્રિક તારમાંથી દોરી કાઢતા ઇજાના (Electric Shock Cases In Bhavnagar) બનાવો અને ધાબા પરથી પટકાવાના બનાવો બન્યા હતા. ભાવનગર શહેરમાં ઉતરાયણ નિમિત્તે દિવસ દરમિયાન પતંગ રસિયાઓ દ્વારા પતંગની મજા લૂંટવામાં આવી હતી, પરંતુ આ મજા નિર્દોષ પક્ષીઓ માટે મોત (Death Of Birds In Uttarayan In Bhavnagar) સમાન બની ગઈ હતી. તો કેટલાક લોકો પણ દોરીના ભોગ બન્યા હતા, જેને લઇને સર ટી હોસ્પિટલ (sir t hospital bhavnagar)માં સારવારમાં ખસેડાયા હતા. પક્ષીઓ માટે વનવિભાગ અને જીવદયાપ્રેમીઓ ખડેપગે રહ્યા હતા.
કેટલા પક્ષીઓ બન્યા ભોગ?
ભાવનગર શહેરમાં ઉતરાયણની સાંજ સુધીમાં વનવિભાગ (Forest Department Bhavnagar) અને જીવદયા પ્રેમીઓને ઘાયલ પક્ષીઓ માટે આવેલા કોલ 77 આસપાસ છે. 77 જેટલા પક્ષીઓ દોરીનો ભોગ બન્યા છે, જેમાં 17 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે. તો 60 જેટલા પક્ષીઓ વન વિભાગની દેખરેખ હેઠળ હાલ સારવારમાં છે તેમ વનવિભાગના ક્રિપાલસિંહે જણાવ્યું હતું.