ગુજરાત

gujarat

ETV Bharat / city

Unseasonal Rain In Bhavnagar: માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ, તંત્રએ નુકસાનની વાત ફગાવી - ભાવનગર જિલ્લામાં વરસાદ

ગુજરાતમાં માવઠા (unseasonal rain in gujarat)એ એકવાર ફરી ખેડૂતોને આકરો ફટકો માર્યો છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકશાન (damage to winter crops in gujarat) જઇ રહ્યું છે. આ મામલે ખેડૂતો નારાજ છે. તો બીજી તરફ ખેતીવાડી અધિકારી (agriculture department gujarat) નું કહેવું છે કે શિયાળુ પાકને નુકસાન નથી થયું.

Unseasonal Rain In Bhavnagar: માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ, તંત્રએ નુકસાનની વાત ફગાવી
Unseasonal Rain In Bhavnagar: માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ, તંત્રએ નુકસાનની વાત ફગાવી

By

Published : Dec 2, 2021, 7:31 PM IST

  • ભાવનગર શહેર-જિલ્લામાં 2 દિવસથી વરસાદના લીધે વાતવરણ ઠંડુંગાર
  • 13 mmથી લઈને 4 mm સુધી વરસાદ નોંધાયો
  • જિલ્લામાં શિયાળુ પાક ઘઉં અને ચણાનું 58 હજાર હેક્ટરમાં વાવેતર

ભાવનગર: જિલ્લામાં માવઠાથી કમોસમી વરસાદ (Unseasonal Rain In Bhavnagar)ના પગલે પાક અને ખેતરને નુકશાન (crop damage due to unseasonal rains in gujarat) થયું હવાની વાતો ખેડૂતો કરી રહ્યા છે, તો ખેતીવાડી વિભાગ (agriculture department gujarat) નુકસાન નહીં થયું હોવાનું જણાવી રહ્યું છે. ભાવનગર જિલ્લા (rain in bhavnagar district)માં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો 2 વર્ષથી નુકસાન થતું હોવાથી રોષ પ્રગટ કરી રહ્યા છે. જિલ્લામાં શિયાળુ પાક અને કપાસ (damage to winter crops in bhavnagar)ને નુકશાન થયું છે.

ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ અને ખેતીને અસર

ભાવનગર જિલ્લામાં વરસાદ ગઈકાલથી ઝરમર અને ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં થયેલા કમોસમી માવઠા (unseasonal rain in gujarat)ને પગલે ઉભા કપાસના પાકમાં અસર થવા પામી છે. જ્યારે શિયાળુ પાકમાં ઘઉં અને ચણાનું વાવેતર (planting of winter crops in bhavnagar district) થવા પામ્યું છે. 58 હજાર હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે, જેમાં નુકસાન નહીં થયું હોવાનું ખેતીવાડી અધિકારી સંજય કોસંબીએ જણાવ્યું હતું.

માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ

2 દિવસમાં જિલ્લામાં વરસાદ અને વાતવરણની સ્થિતિ

ભાવનગર જિલ્લામાં 2 દિવસ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. બહાર નીકળતી વખતે રેઇનકોટ પહેરવો કે, પછી ગરમ કપડાં પહેરવા તે અસમંજસમાં લોકોને મૂકી દીધા છે. જિલ્લામાં વરસાદ જોઈએ તો સિહોરમાં 13 mm, વલભીપુર 11 mm, પાલીતાણા 10 mm, ઉમરાળા 7 mm, ગારીયાધાર 7 mm,જેસર 6 mm,મહુવા 5 mm,ભાવનગર 4 mm,ઘોઘા 4 mm અને તળાજામાં 4 mm વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો:gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

આ પણ વાંચો: Warning to Farmers of Rajkot: જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક યોગ્ય જગ્યાએ રાખવા સૂચના

ABOUT THE AUTHOR

...view details