ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય શિપિંગ પ્રધાન ભાવનગરના પ્રવાસે, કહ્યું જળમાર્ગની પ્રવાસની સુવિધા બની સુગમ - શિપ રીસાયકલીંગ યાર્ડ

ભાવનગરમાં કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ આજે ખાસ એક દીવસીય મુલાકાતે (Union Shipping Minister visit Bhavnagar) આવ્યા હતા. તેઓએ પ્રથમ વરતેજ નજીકના નવાગામ ખાતે આવેલા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની (Container manufacturing unit at Navagam) મુલાકાત લીધી હતી તેમજ એશિયાના સૌથી મોટા શિપયાર્ડ અલંગની (Asia largest ship yard Alang) મુલાકાત પણ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના કારણે જળમાર્ગની પ્રવાસની સુવિધા સુગમ બની છે.

કેન્દ્રીય શિપિંગ પ્રધાન ભાવનગરના પ્રવાસે, કહ્યું જળમાર્ગની પ્રવાસની સુવિધા બની સુગમ
કેન્દ્રીય શિપિંગ પ્રધાન ભાવનગરના પ્રવાસે, કહ્યું જળમાર્ગની પ્રવાસની સુવિધા બની સુગમ

By

Published : Sep 13, 2022, 10:54 PM IST

ભાવનગરભારત સરકારના કેન્દ્રીય શિપિંગ પ્રધાન (Union Shipping Minister) સર્બાનંદ સોનોવાલ આજે એક દિવસના ભાવનગર જિલ્લાના પ્રવાસે (Union Shipping Minister visit Bhavnagar) પહોંચ્યા હતા. ત્યાં સૌ પ્રથમ તેમણે નવાગામ સ્થિત કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની (Container manufacturing unit at Navagam) મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ઘોઘા ખાતેરોપેક્ષ ફેરી સર્વિસની (Bhavnagar Ropax Ferry Service ) મુલાકાતે પહોંચ્યા હતા. એશિયાના સૌથી મોટા શિપયાર્ડ એવા અલંગની મુલાકાત લીધી હતી.

ભાવનગરમાં કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ આજે ખાસ એક દીવસીય મુલાકાતે

અલંગ હરણફાળ ભરી રહ્યું છેઆ તકે તેમણે કહ્યું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ (Make in India project) હેઠળ હવે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ (Bhavnagar is a hub of container manufacturing) બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અલંગ ખાતેની મુલાકાતમાં તેમની સાથે 8 દેશોના ડેલીગેશન પણ જોડાયા હતા. જ્યારે કેન્દ્રીય શિપિંગ પ્રધાને કહ્યું કે, અલંગ જે પ્રમાણે હરણફાળ ભરી આગળ વધી રહ્યું છે. સરકાર તરફથી તમામ સ્તરે મદદ કરવામાં આવશે. આજે ભાવનગર જિલ્લાની ખાસ મુલાકાતે આવેલા કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ પ્રથમ વરતેજ નજીકના નવાગામ ખાતે આવેલા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની મુલાકાત લીધી હતી.

કન્ટેનરની અછતની પરિસ્થિતિ 75,000 ચોરસ મીટરમાં ફેલાયેલા સંપૂર્ણ સુવિધાયુક્ત આ એકમ પ્રતિ દિવસ 50 નંગ કન્ટેનર ઉત્પાદનની ક્ષમતા ધરાવતા અને જે કંપનીને કોન્કોર તરફથી 10,000 કન્ટેનરનો ઓર્ડર મળ્યો છે. આવો મોટો ઓર્ડર મેળવનારી પ્રથમ ભારતીય કન્ટેનર મેન્યુફેક્ચરિંગ કંપનીની કેન્દ્રીય શિપિંગ પ્રધાને કન્ટેનર નિર્માણના વિવિધ તબક્કાઓની વિગતવાર મુલાકાત અને માહિતી લીધી હતી. વધુમાં કહ્યું કે કન્ટેનરની અછતની પરિસ્થિતિ સામે હવે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં કન્ટેનર નિર્માણનું હબ બની ભાવનગર સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે. ભારત અને ગુજરાતનું નામ વધુ રોશન કરશે.

કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની લીધી મુલાકાત.

કેન્દ્રીય શિપિંગ પ્રધાન નવા વોએઝ એક્સપ્રેસ શિપની મુલાકાત કેન્દ્રીય શિપિંગ પ્રધાન ઘોઘા ટર્મિનલ ખાતે ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી સર્વિસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે તાજેતરમાં શરૂ થયેલા નવા વોએઝ એક્સપ્રેસ શિપની મુલાકાત લીધી હતી. તેની નવી સુવિધાઓથી માહિતગાર થયા હતા. જેમાં સૌર ઊર્જા સંચાલિત ફેરીની વિવિધ ખાસિયતો, પ્રવાસીઓ માટેની વિવિધ શ્રેણીની બેઠક વ્યવસ્થા, સ્લીપર કેબિન, લાઉન્જ અને કેફેટેરિયા સહિતની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. આ તકે કેન્દ્રીય શિપિંગ પ્રધાનએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના કારણે જળમાર્ગની પ્રવાસની સુવિધા સુગમ બની છે. જેથી જળમાર્ગે દસથી બાર કલાકનો પ્રવાસ ત્રણ કલાકમાં પૂર્ણ કરવો શક્ય બન્યો છે. જેનાથી આ ફેરીમાં મુસાફરી કરતા લોકોનો સમયની બચત અને ઇંધણની બચત અને વાહન મેન્ટેનન્સમાં ઘટાડો સાથે માર્ગ પર અકસ્માતની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.

યુરોપિયન યુનિયનના જહાજો રીસાયકલીંગ માટે વાતચીત કેન્દ્રીય શિપિંગ પ્રધાન અલંગ શિપ યાર્ડ પહોંચ્યા હતા. જ્યાં પ્લોટ નંબર 25અને 1ની મુલાકાત લીધી હતી. આ તકે વિદેશોના 8 ડેલીગેશન પણ અહીં ઉપસ્થિત હતા. તેમણે કેન્દ્રીય શિપિંગ પ્રધાન સાથે મુલાકાત અને યુરોપિયન યુનિયનના જહાજો રીસાયકલીંગ માટે લાવવા અંગે વાતચીત કરી હતી. એશિયાના સૌથી મોટા શિપ રીસાયકલીંગ યાર્ડને (Ship Recycling Yard) આવનારા સમયમાં વધુ વ્યાપ મળે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. જ્યારે વધુ પ્લોટ અને સુવિધાના નિર્માણ બાદ અહીં વધુને વધુ જહાજો કટિંગ માટે આવશે સરકાર તે અંગે જરૂરી સહાય પણ કરશે તેમ જણાવ્યું હતું.

કેન્દ્રીય શિપિંગ પ્રધાનની સાથે વરિષ્ઠ મહાનુભાવોએ લીધી મુલાકાત આ મુલાકાતમાં તેમની સાથે ભાવનગરના સાંસદ ડો ભારતી શિયાળ, ડૉ. સંજીવ રંજન સચિવ, શિપિંગ, રાજેશ કુમાર સિંહા અધિક સચિવ શિપિંગ, ભૂષણ કુમાર સંયુક્ત સચિવ, શિપિંગ, રાજીવ જલોટા ચેરમેન IPA, યોગેશ નિરગુડે કલેકટર ભાવનગર, રવિન્દ્ર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક ભાવનગર સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ આ સુવિધાની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details