ભાવનગરશહેરની વર્ષોની માંગ હવે પૂર્ણ થવા જઈ રહી છે. નવી કોર્ટ બનાવવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માથે આવતા ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. ભાવનગર કોર્ટના બિલ્ડીંગનું (Bhavnagar Court Building) ખાતમુહૂર્ત દેશના કાનૂન પ્રધાન કિરણ રિજ્જુએ કર્યું હતું. આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.
આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. કેન્દ્રના કાનૂન પ્રધાને ખાતમુહૂર્ત કર્યુંભાવનગરની વર્ષોથી જિલ્લા કોર્ટને બહાર ખસેડવાની માંગ પર અંતે મહોર લાગી ગઈ છે. કેન્દ્રના કાનૂન પ્રધાને (Union Law Minister) ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યના કાનૂન પ્રધાન સાથે રહ્યા હતા. કોર્ટના ખાતમુહૂર્ત બાદ આમ આદમી પાર્ટી પર કાનૂન પ્રધાન કિરણ રિજ્જુએ પ્રહારો કર્યા હતા.
કોર્ટના ખાતમુહૂર્ત બાદ આમ આદમી પાર્ટી પર કાનૂન પ્રધાન કિરણ રિજ્જુએ પ્રહારો કર્યા હતા. શહેરની બહાર ખસેડાઇ જિલ્લા કોર્ટમાં શુંભાવનગર આંગણે દેશના કાનૂન પ્રધાન કિરણ રિજ્જુ ભાવનગર આવી પહોંચ્યા હતા. સીદસર રોડ પર આવેલી જ્ઞાનમંજરી એન્જીનીયરીંગ કોલેજની (Gnanmanjari Engineering College) બાજુમાં 21,401 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર થનાર 59 કરોડની કોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાતના કાનૂન પ્રધાન (Law Minister of Gujarat) રાજેન્દ્ર ત્રિવેદી પણ સાથે રહ્યા હતા. ભાવનગરની મકાન વિભાગ દ્વારા કોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 25 કોર્ટનો સમાવેશ કરવામાં આવશે. ફેમિલી કોર્ટ, ફાસ્ટટ્રેક કોર્ટ અને જિલ્લા કોર્ટનો સમાવેશ 6 માળની બનનાર કોર્ટ બિલ્ડીંગમાં કરાશે. આગામી 18 મહિનામાં એટલે 2024 ની ચૂંટણી આવતા કોર્ટ બિલ્ડીંગ તૈયાર હશે.
વર્ષોથી જિલ્લા કોર્ટને બહાર ખસેડવાની માંગ પર અંતે મહોર લાગી ગઈ છે. કિરણ રિજ્જુએ કોર્ટ મામલે પડકાર ગણાવ્યોભાવનગર કોર્ટનું ખાતમુહૂર્ત કરનાર દેશના કાનૂન પ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે, ભાવનગર બિલ્ડીંગ ખૂબ જૂનું છે. હજુ સુધી તેનો ઉપયોગ અને જાળવણી સારી થઈ છે. અમારી સામે દેશમાં પડકાર 4.80 કરોડ પેન્ડિંગ કેસો છે. જેને અમે જ્યુડિશિયલ અને ટેકનોલોજી (Judicial and Technology) વગેરે અલગ અલગ પદ્ધતિ અને પ્રક્રિયા મારફત નિકાલ કરવા કામ કરી રહ્યા છીએ, પરંતુ સમગ્ર દેશમાં માત્ર ગુજરાત એવું રાજ્ય છે કે, જ્યાં મેં જોયું કે જ્યુડીશયલ બિલ્ડીંગનું બાંધકામ (Construction of Judicial Building) ખૂબ સારું અને નવીનીકરણ વાળું છે.
આમ આદમી પાર્ટી પર કર્યા કિરણ રિજ્જુએ પ્રહારકિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલદેશને અને સમાજને તોડવા કાંઈને કાંઈ કર્યા કરે છે. ગુજરાતના લોકો ખૂબ સમજદાર છે. તેની વાતમાં આવવાના નથી. પંજાબના લોકોને હવે સમજાયું કે, ખોટા વ્યક્તિને મત આપીને સત્તામાં બેસાડી દેવાયા છે. દિલ્હીના લોકો પણ પછતાઈ રહ્યા છે. ધર્મના નામે જે બોલાયું તેને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બૌદ્ધ અને હિંદુ એક છે માત્ર તેમના તૌર તરીકા અલગ છે બાકી વિચારધારા હિન્દૂ જ છે.