- ડો.હિરેન અને ભાવેશ પોઝિટિવ હોવા છતાં PPE કીટ પહેરી પોઝિટિવ દર્દીની સારવાર કરે છે
- ઘરે રહેવાને બદલે પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી સારવાર આપી રહ્યા છે
- હોસ્પિટલની ડોકટર ટીમમાં ઉણપ આવે નહિ તેથી ફરજ પણ નિભાવી રહ્યા છે
ભાવનગરઃબજરંગદાસ હોસ્પિટલના બે ડોક્ટર પોઝિટિવ આવ્યા અને છતાં ઘરે કે અન્ય સ્થળે રહેવાને બદલે ડોક્ટરોની અછત વચ્ચે હોસ્પિટલની ટીમને મજબૂત રાખવા કોવિડ કેરમાં પોઝિટિવ દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યું હતું. ડો.હિરેન અને ભાવેશ પોઝિટિવ હોવા છતાં PPE કીટ પહેરી પોઝિટિવ દર્દીની સારવાર કરે છે.
ભાવનગરના બે ડોકટરને કોરોના હોવા છતાં પોઝિટિવ દર્દીની સારવાર કરી "દર્દી દેવો ભવઃ" વાક્યને સાર્થક કર્યું આ પણ વાંચોઃસુરતમાં કોરોના પોઝિટિવ દર્દીએ ગીત ગાઈને અન્ય દર્દીનો જુસ્સો વધાર્યો
ડોકટર ભગવાનનું રૂપ માનવામાં આવે છે, આ વાક્યને ભાવનગરના બે ડોકટરોએ ફળીભૂત કરી બતાવ્યું છે. બે ડોકટર પોઝિટિવ આવ્યા અને ઘરે રહેવાને બદલે પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી કોવિડ કેરમાં પોતે સારવાર લઈને દર્દીઓની પણ સારવાર કરી રહ્યા છે.
"દર્દી દેવો ભવ" વાક્યને સાર્થક કરતા પોઝિટિવ ડોકટર
ભાવનગર પાનવાડી ખાતે આવેલી બજરંગદાસ હોસ્પિટલના બે ડોકટર હિરેન કવા અને ભાવેશ સોલંકીએ ચાર દિવસ પહેલા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બન્ને ડોક્ટરોએ ઘરે રહેવાને બદલે પોતાની ફરજ નિભાવીને દર્દીની સેવાનું નક્કી કર્યું અને બજરંગ દાસના સીટી કોવિડ કેરમાં પોઝિટિવ દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ડો.હિરેન કવાને પત્ની, 7 વર્ષનો દીકરો અને 5 મહિનાની દીકરી છે. છતાં પણ તેમણે દર્દીઓની સારવારને પ્રાધાન્ય આપીને સેવા આપી રહ્યા છે.
ભાવનગરના બે ડોકટરને કોરોના હોવા છતાં પોઝિટિવ દર્દીની સારવાર કરી "દર્દી દેવો ભવઃ" વાક્યને સાર્થક કર્યું ડોકટર ભગવાનનું રૂપ સાબિત કરતા પોઝિટિવ ડોકટર
ભાવનગરના ડો.હિરેન અને ડૉ. ભાવેશ બન્ને પોઝિટિવ આવ્યા બાદ, ઘરે રહેવાને બદલે પોતાના બજરંગદાસ હોસ્પિટલની ટીમમાં ડોક્ટરોની અછત ના રહે માટે સીદસર રોડના કોવિડ કેરમાં 40 પોઝિટિવ દર્દીની સારવાર કરવાનું નક્કી કર્યું. ડોક્ટરો પોતે પોઝિટિવ હોવાથી પોતાની સારવાર અને દર્દીઓની સારવાર કોવિડ કેરમાં કરીને દર્દી દેવો ભવ વાક્યને સાબિત કર્યું છે. હોસ્પિટલની ડોકટર ટીમમાં ઉણપ આવે નહિ તેથી ફરજ પણ નિભાવી રહ્યા છે. જેથી હોસ્પિટલ પર બોઝો વધે નહિ અને દર્દી પણ સચવાઈ જાય.
ભાવનગરના બે ડોકટરને કોરોના હોવા છતાં પોઝિટિવ દર્દીની સારવાર કરી "દર્દી દેવો ભવઃ" વાક્યને સાર્થક કર્યું આ પણ વાંચોઃસંક્રમિત હોવા છતાં આ ડૉક્ટર કરી રહ્યા હતા કોરોના દર્દીઓની સારવાર
સારવાર કરતા પોઝિટિવ ડોક્ટર શું કહે છે?
ડો.હિરેન કવા અને ડો.ભાવેશ સોલંકી બજરંગદાસ હોસ્પિટલના પાંચ ડોક્ટરોની ટીમના સભ્ય છે. બન્ને પોઝિટિવ આવતા ટીમમાં ઘટ ના પડે એટલે કોવિડ કેરમાં રહી દર્દીની સારવાર કરવાનું નક્કી કર્યું અને દર્દીઓને ખુશ રાખવાની સાથે તેમનો ઉપચાર કરે છે અને પોતાનો પણ ઉપચાર કરી રહ્યા છે. બજરંગદાસ હોસ્પિટલના સંચાલક બન્ને ડોકટરની હિમ્મતને વખાણી રહ્યા છે. 40 દર્દી સાથે પણ અન્ય પોઝિટિવ દર્દીઓને ડરવાની જરૂર નથી અને પ્રિક્રિપશન પ્રમાણે ડોક્ટરોની દવા લેવામાં આવે તો કોરોના મટી જાય છે, તેવી હિંમત ડોક્ટરો પોઝિટિવ હોવા છતાં નાગરિકોને આપી રહ્યા છે.