ખારી ગામમાં રહેતા પરિવારના માથે આભ ફાટી ગયું છે. 4 સભ્યોના પરિવાર પર કુદરત વિફરી જેના કારણે એક જ ક્ષણમાં ઘરનો મોભી અનાથ થઇ ગયો. મળતી માહિતી મુજબ, ગામમાં તળાવની પાસે કામ કરતી મહિલા નયનાબેનની દિકરી રમતા-રમતાં તળાવમાં પડી ગઇ હતી. દિકરીને બચાવવાના પ્રયાસમાં માતાનો પગ લપસી ગયો અને માતા પણ પુત્ર સાથે તળાવમાં ડૂબી ગઇ હતી.
તળાવમાં ડૂબવાથી માતા સહિત બે બાળકોના મોત
ભાવનગર: શિહોર તાલુકાના ખારી ગામમાં તળાવના કિનારે રહેતા પરિવારના માતા અને બે સંતાનોનું તળાવમાં ડૂબવાથી કરૂણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથક શોકના ઘેરાવમાં છે.
તળાવમાં ડૂબી જતા માતા સહિત બે બાળકોના મોત
ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર ટીમ અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. મૃતકનો મૃતદેહ પોસ્ટર્મોટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.