ગુજરાત

gujarat

ETV Bharat / city

પરપ્રાંતીય મજૂરો વતન પરત ફરતા અલંગ યાર્ડમાં મુશ્કેલી ઉભી થવાના એંધાણ - Corona damage to Alang ship breaking yard

કોરોના વાઇરસના સંક્રમણને લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને કારણે તાજેતરમાં અલંગ યાર્ડ ખાતે સરકારની ગાઈડ લાઈન અનુસાર નિયમોના પાલન સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ શિપ કટિંગ કરનારા પરપ્રાંતિય મજૂરોનાં વતન પરત ફરતાં યાર્ડની કામગીરી ઠપ્પ થઇ જવાની ભીતિ શિપ બ્રેકરો દ્વારા સેવાઈ રહી છે.

ETV BHARAT
પરપ્રાંતિય મજૂરો વતન પાછા ફરતાં અલંગ યાર્ડમાં મુશ્કેલી ઉભી થવાના એંધાણ

By

Published : May 9, 2020, 8:26 PM IST

ભાવનગર: લોકડાઉન દરમિયાન અલંગ યાર્ડ ખાતે કામગીરી શરૂ કરવા તાજેતરમાં જ શિપ બ્રેકરો દ્વારા માગ કરવામાં આવી હતી. જેથી સરકારે કોરોના વાઇરસનાં સંક્રમણની સાવચેતી રાખી સરકારની ગાઈડ લાઈન અનુસાર નિયમોનાં પાલન સાથે અલંગની કામગીરી શરૂ કરવાની પરવાનગી આપી હતી, પરંતુ કોરોના વાઇરસનો કહેર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે જાણે કે આફત બની આવ્યો હોય તેમ એક પછી એક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે.

પરપ્રાંતિય મજૂરો વતન પાછા ફરતાં અલંગ યાર્ડમાં મુશ્કેલી ઉભી થવાના એંધાણ

તાજેતરમાં જ લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી પરપ્રાંતિય મજૂરોએ વિરોધ દર્શાવી પોતાના વતન જવાની માગ કરી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિય લોકોને પોતાના વતન જવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર ખાતેના અલંગ શિપ યાર્ડમાં કામ કરનારા અંદાજે 10,000 જેટલા પરપ્રાંતિય મજૂરો પણ પોતાના વતન જવાની માગ કરી છે. જેથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બસ અને ટ્રેનના માધ્યમથી કુલ 17 રાજ્યમાંથી ભાવનગરમાં રોજગારી મેળવવા માટે આવેલા 7,354 પરપ્રાંતિયોને મોકલવામાં આવશે.

આ ઉપરાંત બુધવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 1,203 પરપ્રાંતિય શ્રમિકોને મોકલવામાં આવ્યા હતા. જેમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પણ 1,159 મજૂરો સામેલ હતા. જેથી વતન પાછા ફરી રહેલા શ્રમિકોને લઈને અલંગ શિપ યાર્ડમાં શરૂ થયેલી કામગીરી પાછી ઠપ્પ થઇ જવાની ભીતિ શિપ બ્રેકરો દ્વારા સેવાઈ રહી છે.

શિપ બ્રેકરોનું માનવુ છે કે, સરકાર દ્વારા હાલ કોરોના વાઇરસનાં સંક્રમણને લઈને માત્ર ભારતીય જહાજોને સ્ક્રેપ માટે લઇ આવવાની મંજૂરી મળી છે. આ ઉપરાંત વિદેશી જહાજોને લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી હાલ લોકડાઉન દરમિયાન મજૂરી મળતાં માત્ર 4 જહાજો જ બીચીંગ થયા છે. તેવામાં જો મજૂરો પણ પોતાના વતન પરત ફરશે, તો શિપ બ્રેકરોને મોટી આર્થિક નુકસાની થવાની ભીતિ છે.

ABOUT THE AUTHOR

...view details