ભાવનગર : જિલ્લાના ભંડારીયા ગામના ક્ષત્રિય યુવાન શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ આજથી 17 વષ પૂર્વ દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે સેનામાં જોડાયાં હતા. આજથી બે વર્ષ પૂર્વમાં ભુમિના ખડેપગે રખોપા કરી નિવૃત્ત થયા હતા, પરંતુ તેઓના મનમાં હજું પણ દેશ સેવાની ભાવના બુલંદ હતી અને નિવૃત્તિ બાદ પણ 5 વષનું એક્સટેન્શન લઈ પુનઃ ફરજ પર જોડાઈ રહ્યા હતા.
અરણાચલપ્રદેશમાં શહીદ થયેલા ભંડારીયાના જવાનને અંતિમ વિદાઈ અપાઈ શહીદ જવાન ભૌગોલિક દષ્ટિએ અત્યંત વિષમ આબોહવા ધરાવતા આસામના અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા હતાં. 5માંથી 2 વષ પૂર્ણ રીતે ફરજ બજાવી એક માસ પહેલા ફરજમાંથી રજા લઈ માદરે વતન આવ્યાં હતાં. પરિવાર સાથે એક માસ વિતાવી પુનઃ અરૂણાચલ પ્રદેશ સ્થિત પોતાના પોસ્ટિંગ પર હાજર થયાં હતાં.આ જવાન જે સ્થળે ફરજર પર તૈનાત હતાં.
અરણાચલપ્રદેશમાં શહીદ થયેલા ભંડારીયાના જવાનને અંતિમ વિદાઈ અપાઈ ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને અતિ દુર્ગમ ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. આજથી 5 દિવસ પહેલા તેઓ ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેમને હદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું.આ દુઃખદ સમાચાર તેમના વતન ભંડારીયા ગામ તથા તેમના પરિવાર ને મળતાં શોકનું મોજું ફરી વળ્યું હતું
- ભંડારીયા ગામના ક્ષત્રિય યુવાન શક્તિસિંહ ગજેન્દ્રસિંહ શહીદ
- નિવૃત્તિ બાદ પણ 5 વષનું એક્સટેન્શન લઈ પુનઃ ફરજ પર જોડાયા
- હદયરોગનો હુમલાના કારણે તેમનું નિધન
- શહીદ જવાન ચાર બહેનોના એકના એક ભાઈ
- શક્તિ સિંહને સંતાનમાં આઠ વષનો પુત્ર
- શક્તિ સિંહના નિધનને પગલે ભંડારીયા ગામમાં શોકનું મોજું
શક્તિ સિંહ તેમના ગામમાંથી પ્રથમ જવાન હતાં કે, જે ઓ ભારતીય સેનામાં દેશ સેવા કાજે જોડાયા હતાં. આજ ગામના નવ નવયુવાનોના પ્રેરણાસ્ત્રોત બન્યાં હતાં. ચાર બહેનોના એકના એક ભાઈ એવાં શક્તિ સિંહના નિધનને પગલે ભંડારીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અરણાચલપ્રદેશમાં શહીદ થયેલા ભંડારીયાના જવાનને અંતિમ વિદાઈ અપાઈ શક્તિ સિંહને સંતાનમાં આઠ વષનો પુત્ર છે. જે પણ પિતાના પગલે અત્યારથી જ દેશની સેવામાં જોડાવા ઈચ્છુક છે. આજ રોજ હવાઈ માર્ગે શહીદ જવાનના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જયાંથી રોડ માર્ગે તેમના માદરે વતન ભંડારીયા લાવવામાં આવ્યો હતો.
અમદાવાદ થી ભાવનગર સુધીમાં ઠેકઠેકાણે દિવંગત જવાનને લોકોએ શ્રધ્ધાંજલી આપી હતી.પાર્થિવ દેહ ભંડારીયા પહોંચે તે પહેલાં ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી એક વીર શહીદની શહાદતને શોભે એવી અંતિમયાત્રાની તૈયારીઓ કરી હતી. તો બીજીતરફ આર્મી જવાનો શક્તિ સિંહનો દેહ ભંડારીયા આવી પહોંચ્યા હતા.
અરણાચલપ્રદેશમાં શહીદ થયેલા ભંડારીયાના જવાનને અંતિમ વિદાઈ અપાઈ શહીદને સૈન્યના સન્માન સાથે અંતિમયાત્રા યોજવામાં હતી."કોરોના"ની મહામારી ને કારાણે દિવંગત જવાનની અંતિમયાત્રામાં 5 હજારથી વધુ લોકો ઉમટીપડયા હતા, અને રડતી આંખે શક્તિ સિંહને અંતિમ વિદાઈ આપી હતી.