- 1835થી લઈને આજદિન સુધીના પૈસાનો સંગ્રહ કરતા નવ ધોરણ પાસ શંભુભાઈ
- વરતેજના શંભુભાઈ દસ વર્ષની ઉંમરથી પૈસા ચલણી એકઠી કરવાનો શોખ
- ત્રણસોથી ચારસો વર્ષ પહેલાના અનુમાનિત ચારથી પાંચ સિક્કાઓ પણ સામેલ
ભાવનગર: જિલ્લાના વરતેજ ગામ (Vartej village) માં રહેતા શંભુ ભાદાણીએ નાનપણથી એક શોખ રાખ્યો હતો. આ શોખને લઈને નાનપણમાં દસ વર્ષની ઉંમરેથી ચલણી પૈસાનો સંગ્રહ (coin collection) કર્યો હતો. શંભુભાઈએ છેલ્લા ચાલીસ વર્ષથી ચલણી પૈસા સાથે કેટલાક રજવાડાના સમયમાં ચાલતા પૈસાઓ પણ એકઠા કર્યા છે. જેમાં ચાર જેટલા સિક્કાઓ (Currency coins) ત્રણસો- ચારસો વર્ષ જૂના હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.
ભાવનગરમાં સિક્કાનો સંગ્રહ કરનાર શંભુભાઈ આ પણ વાંચો: આજે જૂનાગઢનો "મુક્તિ દિવસ"
વરતેજના શંભુભાઈનો ચલણી પૈસાના સંગ્રહનો અનોખો શોખ
આજના આધુનિક યુગમાં સૌ કોઈને જૂનવાણી ચિજો વિશે માહિતી મેળવવાનો શોખ હોય છે. ભાવનગરના વરતેજ (Vartej village) ના માત્ર નવ ધોરણ પાસ શંભુભાઈને દસ વર્ષની ઉંમરથી ચલણી પૈસાનો સંગ્રહ કરવાનો શોખ છે, જે આજે 47 વર્ષે પણ યથાવત છે. 1835થી લઈને ઉપયોગમાં લેવાતા ચલણી સિક્કાઓ શંભુભાઈ પાસે છે. એકડો, એક આના, એક પૈસો, દસ પૈસા, વીસ પૈસાથી લઈ આજદિન સુધી આવેલી ચલણી નોટો પણ એકત્રિત કરવામાં આવી છે. ઘણા વર્ષો જૂના પૈસા શંભુભાઈને તેમના પિતા જેરામભાઈ તરફથી પણ મળ્યા છે.
1835થી લઈને આજદિન સુધીના પૈસાનો સંગ્રહ કરતા નવ ધોરણ પાસ શંભુભાઈ આ પણ વાંચો: Augusta Westland પરથી મોદી સરકારે હટાવ્યો પ્રતિબંધ, કોંગ્રેસે પૂછ્યું, કઇ લોન્ડ્રીનો ઉપયોગ કર્યો?
ગાંધીજીની બંધ થઈ ગયેલી ચલણી નોટની પ્રિન્ટવાળી 2થી 500 સુધીની ચલણી નોટો
શંભુભાઈ પાસે 1835ની સાલ પહેલાના ચારથી પાંચ સિક્કા (Currency coins) છે. સાથે રાણી સિક્કા પણ છે. શંભુભાઈને તેમના પિતાએ ઉર્દુ જેવી ભાષામાં તાંબાના ચારથી પાંચ સિક્કા આપ્યા છે, જે પૈસાના આકારના છે. જે જાતે કાપીને બનાવ્યા હોય તેવા છે. શંભુભાઈનું અનુમાન છે કે, આ ત્રણસોથી ચારસો વર્ષ જૂના હોવા જોઈએ. કારણ કે 1835 સુધી છાપકામ સાથે પૈસા બીબાથી થતા એટલે તેના પહેલાના સમયમાં જાતે કાપીને પૈસાનું ચલણ હતું. આ સિવાય શંભુભાઈએ ગાંધીજીની એવી નોટોનો સંગ્રહ કર્યો છે, જેમાં ગાંધીજી પુસ્તક વાંચતા હોય તેવી પ્રિન્ટની બે રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટો એકત્રિત કરી છે. જે પ્રિન્ટ હવે ચલણી નોટોમાં વર્ષોથી જોવા મળતી નથી.
ત્રણસોથી ચારસો વર્ષ પહેલાના અનુમાનિત ચારથી પાંચ સિક્કાઓ પણ સામેલ