ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ - અડીંગો જમાવતા ઢોર

ભાવનગર શહેરમાં ઢોર સમસ્યા જીવનની છેડાછેડી હોઈ તેમ પ્રજા સાથે જોડાયેલી રહે છે. ઘર-દરવાજાની બહાર નીકળતા જ ઢોર (cattle knocking on the door) ક્યારે શીંગડે ચડાવે કહેવાય નહીં. હાલમાં બનેલા એક બનાવ બાદ શહેરમાં લોકોને ઘરની બહાર આવતા ઢોરનો ભય લાગી રહ્યો છે. મહાનગરપાલિકા કરોડો ખર્ચવા છતાં સમસ્યા હલ કરી શકી નથી.

ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ
ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ

By

Published : Dec 7, 2021, 8:39 PM IST

  • ભાવનગર ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસથી પ્રજા ત્રાહિમામ
  • તંત્રના પેટનું પાણી હલતું નથી
  • સરદારનગરમાં ઘર બહાર નીકળતા જ વૃદ્ધ અને મહિલાને ઢોરે ફંગોળી

ભાવનગર: શહેરમાં ઢોર હવે હર ઘર દસ્તક (cattle knocking on the door) દઈ રહ્યા છે. હાલમાં એક CCTVમાં ઘરની બહાર નીકળેલા શખ્સને ઢોરે ઘરના દરવાજા પાસે ફંગોળયા અને અંતે હોસ્પિટલ શખ્સ પોહચ્યો હતો. શહેરમાં ગલીએ ગલીએ અને રસ્તાઓ પર અડીંગો જમાવતા ઢોર પાછળ કરોડ ઉપર ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં રહી છે.

ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ

ભાવનગરમાં ઢોર ત્રાસ યથાવત હવે તો ઢોરનો ઘર ઘર દસ્તક

ભાવનગર શહેરમાં ગલીએ ગલીમાં જતા રહો ઢોર તમને જોવા મળે છે. લોકોના ઘરનો બપોરનો ફેંકેલો ખોરાક આરોગવા ઢોર ગલીએ ગલીમાં જાય છે, ત્યારે હાલમાં સરદારનગરમાં CCTVમાં એક એવી ઘટના કેદ થઈ જેને લઈને સૌ કોઈ ચિંતિત છે. ઘરની બહાર નીકળતા વૃદ્ધને બહાર ઉભેલા ઢોરે શિંગડાંથી ઉલાળીને ઢસડયા (bhavnagar animal accident) અને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એટલું નહિ હાલમાં પણ ઘરે-ઘરે ઢોર બચેલું ફેંકેલું ભોજન આરોગવા ઘરે ઘરે ફરે છે. એટલે કે સરદારનગરનો કિસ્સો બન્યા બાદ મહિલાઓ અને લોકોને પણ હવે ઢોરનો ડર સતાવી રહ્યો છે.

ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ

મહાનગરપાલિકાએ કેટલા ઢોર પકડ્યા અને શું ખર્ચો?

ભાવનગર શહેરની સાડા છ લાખની વસ્તીમાં આશરે 4થી 5 હજાર ઢોર સમસ્યાનું કારણ બનેલું છે. ત્રણ ચાર વર્ષ પહેલાં ભાજપની બોડીએ એક વર્ષમાં ઢોર પકડીને અમદાવાદ મોકલવા એક કરોડનો ખર્ચ કર્યો હતો, ત્યારે બે વર્ષ બાદ ફરી ઢોર પકડવામાં આવી રહ્યા છે. વેટરનરી ઓફિસર એમ.એમ હિરપરાએ જણાવ્યું હતું કે એક ઢોરને પકડીને નિભાવવાના હાલ 4800 રૂપિયા મહાનગરપાલિકા આપી રહી છે. મહાનગરપાલિકાએ 600 ઢોર પકડીને હાલ બે ઢોર ડબ્બા બનાવ્યા છે. ખર્ચ કરવા છતાં શહેરમાંથી ઢોરની સંખ્યા ઓછી થતી નથી.

ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ

ભાવનગરમાં 25 વર્ષની સત્તા છતાં એક સમસ્યા હલ કરવામાં નિષ્ફળ શાસકો

ભાવનગર મહાનગરપાલિકામાં 25 વર્ષથી ભાજપને શાસન સોંપનાર પ્રજાની ઢોર સમસ્યા (bhavnagar animal problem ) હલ થતી નથી. કરોડનો ખર્ચ કરવા છતાં સ્થિતિ ત્યાંની ત્યાં અને ઢોર હર ઘર દસ્તક આપી રહ્યા છે. ત્યારે રખડતા ઢોર કોઈને પણ નુકશાન કરી શકે છે. છત્તીસગઢ સરકારે ગાયના છાણની ખરીદી કરીને તેમાંથી વર્મીકમ્પોઝ ખાતર બનાવે છે અને તે ખેડૂતોને ઉપયોગી થાય છે. આમ સરકાર છાણ ખરીદીને તેની કિંમત ચૂકવી બીજી બાજુ ખાતર બનાવીને ઢોર ત્રાસ હલ કર્યો છે અને ખેડૂતોને ફાયદો ત્યારે ગુજરાત સરકાર પણ આ દિશામાં વિચાર કરે તો ભાવનગર નહિ ગુજરાતમાંથી પણ સમસ્યા હલ કરી શકાય છે.

આ પણ વાંચો:જામનગરમાં રખડતા ઢોર બન્યા બેફામઃ ઘર બહાર બેઠેલા વ્યક્તિને લીધા અડફેટે, જુઓ CCTV

આ પણ વાંચો:નવસારીમાં રખડતા ઢોર સાથે યુવક અથડાતા યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details