- ભાવનગરમાં ઢોક બગલા માટે આગામી નેસ્ટિંગમાં પડશે મુશ્કેલી
- વાવાઝોડામાં અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થતા નેસ્ટિંગમાં પડશે મુશ્કેલી
- કુંભારવાડા વેટલેન્ડમાં આવતા યાયાવર પક્ષીઓ માટે પણ કેમિકલ પાણી ખતરારૂપ
ભાવનગર: દરિયા કાંઠા સિવાય ભાવનગર જિલ્લો પ્રાકૃતિક વૈવિધ્ય પણ ધરાવે છે, જેના કારણે સ્થાનિક ઢોક બગલાની મોટી વસાહત જિલ્લાના ગંગાજળિયા તળાવ પાસે આવેલી છે. આ પક્ષીઓ વૃક્ષની ઉંચાઈ પર મોળો બનાવીને રહેતા હોય છે પણ આ વર્ષે તૌકતેના કારણે વૃક્ષોને મોટી માત્રમાં નુક્સાન થયું છે અને મોટા ભાગના વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે ઢોક બગલાને નેસ્ટિંગ કરવામાં તકલીફ ના પડે તે માટે પક્ષી પ્રેમીઓએ કેટલીક માગો કરી છે.
પક્ષીઓ માટે મહાકાય વૃક્ષો જરૂરી
આશરે 3 હજારથી વધુ ઢોક બગલા શહેરમાં દરિયાથી નજીક અને ગંગાજળિયા તળાવની આસપાસ ઝાડની ઉંચાઈ પર નેસ્ટિંગ કરે છે અને બચ્ચાઓ મોટા થાય એટલે છ મહિના સુધી શહેરમાં રહે છે અને બચ્ચાઓ મોટા થતા ગરમીના પ્રારંભ પહેલા દરિયા કાંઠે જતા રહે છે. આ ઢોક બગલાના નેસ્ટીંગ માટે મહાકાય વૃક્ષો જરૂરી બની ગયા છે.
આ પણ વાંચો : ચોંકાવનારો કિસ્સો: સાવધાન, ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પરથી માત્ર સામાન જ નહિં, ઝેરનો પણ થાય છે વેપલો