- કોરોનાની લોકોની માનસિક સ્થિતિ પર વિપરિત અસર
- કોરોનાની ચરમસીમા દરમિયાન બેડ પણ મળતા ન હતા
- કોરોના ચરમસીમા બાદ પરિસ્થિતિ અનૂકૂળ થવા લાગી
ભાવનગર : શહેરમાં કોરોનાની બીજી લહેર ( second wave of corona in Bhavnagar ) જ્યારે ચરમસીમા પર પહોંચી ત્યારે લોકોની માનસિક સ્થિતિ પર તેની વિપરિત અસર પડી હતી. લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. એક તરફ વધતા કેસ અને સંક્રમણના કારણે લોકોમાં ડર હતો. ભાવનગરમાં 2 મે ના દિવસે અત્યારસુધીના સૌથી વધુ 436 કેસ નોંધાયા હતા. તે દિવસે સરકારી હોસ્પિટલમાં 988 બેડની વ્યવસ્થા હતી અને 828 દર્દીઓ સારવારમાં હતા જ્યારે ખાનગીમાં 1076 બેડની વ્યવસ્થા હતી જેમાં 882 દર્દીઓ સારવારમાં હતા. તે સમયે લોકોને બેડ શોધવા મથામણ કરવી પડતી હતી. ICU બેડની તંગી એ સમયમાં ઉભી થઈ હતી પણ તંત્ર અને ખાનગી હોસ્પિટલમાં લોકોને સુવિધા મળી રહેતી હતી.