- માનભાઈ ભટ્ટનાં ઘરમાં 100 વર્ષોથી રોજ કરાય છે, ઘરમાં રંગોળી
- માતાની રંગોળી પરંપરાને ઈન્દિરાબેને જાળવી રાખી છે
- ઈન્દિરાબેન આજે પણ શિશુવિહાર સંસ્થા ચલાવી રહ્યા છે
ભાવનગર : ભાવનગરનાં ચાર ચોપડી ભણેલા માનભાઈ ભટ્ટે શિશુવિહાર સંસ્થાની સ્થાપના કરી અને બાળકોનાં વિકાસના પંથે જીવન વિતાવ્યું હતું તેમજ સંતાનોમાં ફક્ત ત્રણ પુત્રીઓ જ છે. માનભાઈનાં પત્ની લગ્ન જીવન દરમિયાન ઘરમાં વર્ષનાં 365 દિવસ દરવાજાની સામે રંગોળી કરતા હતાં મહત્વની બાબત એ છે કે, તેઓ આ રંગોળી ઘરનાં આંગણામાં ઉગેલા ફૂલ છોડનાં પાનની કરતા હતાં. કુદરતનાં રંગો, ફૂલો અને પાન વડે વિવિધ આકારો વાળી રંગોળી બનાવતા હતા આ રંગોળી પ્રથાને 84 વર્ષની વયે પણ માનભાઈનાં પુત્રી ઇન્દિરાબેન ભટ્ટે જીવંત રાખી છે.
રંગોળીની પરંપરાને ત્રણેય બહેનોએ જાળવી રાખી
ઈન્દિરાબેન આજે પણ કુંવારા છે તેમને માતા-પિતાનાં વિચારોને જીવનમાં વણી લીધા છે તેમજ જીવનભર કુંવારા રહીને ભગવો પહેરીને સમાજ સેવાનું કામ કરી રહ્યા છે. ઈન્દિરાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, રંગોળી હંમેશા ઇક્કો ફ્રેન્ડલી (Eco friendly rangoli)કરવી જોઈએ. કુદરતે આપણને અનેક રંગો અને આકારો પીરસ્યા છે જેનો ઉપયોગ કરવો જોઈએ. તેમનાં માતા પણ ઘરનાં આંગણે રંગોળી બનાવતા હતાં જે રંગોળી ફૂલો અને પાંદડાની હતી અને આ પરંપરાને આજે પણ ત્રણેય બહેનોએ જાળવી રાખી છે.