ગુજરાત

gujarat

ETV Bharat / city

મહિલાએ પાંચ શખ્સો સામે મારમારી ગાળો આપી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી - Insult

શહેરમાં રિંગરોડ 02 રહેતા વિજુબેન ઉમટએ પાંચ શખ્સો સામે માર મારીને ગાળો આપી હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

crime
મહિલાએ પાંચ શખ્સો સામે મારમારી ગાળો આપી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

By

Published : Apr 10, 2021, 8:10 PM IST

  • ભાવનગરમાં રહેતી મહિલા સાથે ગેરવર્તણુંક
  • જાતિય ટીપ્પણી સાથે કરવામાં આવ્યું આપમાન
  • મહિલા કરી 5 વ્યક્તિ વિરૂદ્ધ ફરીયાદ

ભાવનગર: જિલ્લાના રીંગરોડ પર આવેલા રવિ પાર્કમાં રહેતી મહિલાએ પાંચ શખ્સો સામે માર મારી ગાળો અપાઈ હોવાની એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસ દવારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


5 સામે એટ્રોસીટીનો ગુન્હો દાખલ

ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ આપી છે જે તેના ઘરની સામે રહેતા શખ્સોએ લાકડાના ધોકા મારીને માર માર્યાની અને જ્ઞાતિ વિશે અપમાનિત કર્યાની રિંગરોડ પર રહેતી મહિલા એ પાંચ શખ્સો સામે એટ્રોસીટીનો ગુન્હોની ફરિયાદ દાખલ કરવામાં આવી છે


શું નોંધાઇ હતી પોલીસ ફરિયાદ અને કોની સામે

ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં વિજુબેન અશોકભાઈ ઉમટ રહે છે. તેઓએ એવી ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સાંજે 8 વાગે ઘરકામ કરતી હતા તે વેળાએ મારા પતિ ઘરે આવ્યા હતા. અમારી સામે રહેતા મહાવીર સિંહ ફતેહસિંહ ચુડાસમાના ઘરે ગયા હતા ત્યારે એક ફોર વ્હીલર ગાડી મહાવીરસિંહના માસીના દીકરા ઘર પાસે આવીને કહેવા લાગ્યા હતા કે તારે આ લોકો સાથે શુ વાંધો છે એમ કહીને અમારી સાથે ગેરવ્યવહાક કરવા લાગ્યા હતા. અમે તેમને ઉત્તર આપ્યો તો તે ઉશ્કેરાઈ જઈ તેની ગાડી માંથી લાકડાના ધોકાઓ લઈને મારવા જતાં હું આડી ઉભી રહી જતા મને ગાલ પર લાફો ઝીંકી દીધો હતો, અને દિલીપસિંહ મને ગાળો આપવા લાગ્યો હતો અને જાતિ વિશે અપમાન કર્યું હતું. જેને લઈ ઘોઘા રોડ પોલીસ મથકમાં વિજુ બહેને ફરીયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details