- મહુવાના ઓથા ચોકડીએ ગ્રામજનોએ કર્યો નેશનલ હાઇવે ચક્કાજામ
- બે દિવસમાં રોડનું સમારકામનું કામ શરું થશે તેવું આશ્વાસન
- મહુવા માં ઓથા રોહિસા ચોકડી ઉપર ગ્રામજનોએ કર્યો નેશનલ હાઇવે ચક્કાજામ
ભાવનગર : છેલ્લા 4 થી 5 વર્ષથી મહુવ- તળાજા નેશનલ હાઇવે ખરાબ હાલતમાં છે અને રોડ સંપૂર્ણ તૂટી ગયો છે તેમ છતા તંત્ર નિષ્ક્રિય હોવાના કારણે શનિવારે ઓથા રોહિસાના ગ્રામજનોએ નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો.
પ્રજા કેટલાય વર્ષો સુધી બેઠી ચૂપ
પાંચ પાંચ વર્ષથી ખરાબ નેશનલ હાઇવેના સમારકામ માટે સત્તાવાળાઓએ કોઇ પણ પ્રકારના પગલા નહોતા લીધા જેના કારણે મહુવા-તળાજા રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે. તંત્રને કાંઇ જ ખબર નથી એમ આંખ આડા કાન કરતી દેખાઇ રહી હતી. જોકે મહુવા વિસ્તારની પ્રજા સહનશીલ ગણાય કે આટલા સમયથી રોડ ખરાબ હોવા છતાં ચૂપ બેઠી હતી.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશને તૂટેલા રસ્તા પર થીગડાં મારવાનું શરૂ કર્યું
ધારાસભ્યએ પણ નહીં લીધી સુધ
સામાન્ય રીતે કહેવાય છે કે જો રોડ બનાવવો હોય તો કોઈ મોટા નેતાનું રોડ ઉપરથી પસાર થવાનું થાય તો તરત રોડ નવો બની જાય. આ રોડમાં કેટલાય નેતા ચાલી ગયા છતા કોઇ નેતાઓએ આ પ્રજાની સમસ્યા અંગે ધ્યાન નહોતું આપ્યું. મહુવાના ધારાસભ્ય તો અનેક વખત ગાંધીનગર જતા આવતા હોય છે પણ તેમને પણ હાઇવેની ખરાબ હાલત ન દેખાઇ.
આ પણ વાંચો :અધિકારીઓની ઉપેક્ષાઓના કારણે અમદાવાદ બન્યુ 'ખાડાનગરી'
ગામવાસીઓની તૂટી ધીરજ
શનિવારે એટલા સમય સહન કર્યા પછી મહુવાના ઓથા અને રોહિસા બોડાના ગ્રામજનોએ મહુવા તળાજા નેશનલ હાઇવે પર શનિવારે ચક્કાજામ કર્યો હતો જોકે આ રોડ નવા કોન્ટ્રાક્ટરને નવું કામ અપાઈ ગયું છે અને હોળી પછી કામ શરૂ થાયતેવા એંધાણ છે તેમ છતાં આજે આ ગ્રામજનોએ ચક્કાજામ કરતા અનેક તર્ક વિતર્ક થતા હતા અને મહુવા એસ ડી એમ અને બગદાણા મહુવા પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને રસ્તો ખુલ્લો મૂકીને એસ ડી એમ દ્વારા રોડ ઉપરના ખાડા બુરવાનું કામ ચાલુ કરશે તેવી ખાત્રી આપ્યા બાદ આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું હતું.