- મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાંમાં સિંહોની લટાર
- ખેડૂત વર્ગ ચિંતિત, વારંવાર ખેડૂતો ઉપર હુમલા થાય છે
- મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં સાવજોના આંટાફેરા વધ્યા
- કાલે ગલથરના ખેડૂત ખેતરમાં પાણી વાળતાં સમયે સિંહણે હુમલો કર્યો હતો
- 7 દિવસ પહેલા કસાણ ગામે એક મજૂરી કરતી દીકરીને દીપડાએ ફાડી કાઢેલી
- મહુવાના બંદર વિસ્તાર માં રોજ દેખાય છે સિંહોનું ટોળું
ભાવનગરઃ મહુવાના કતપર બંદર લાઈટ હાઉસ વિસ્તારમાં રોજ સિંહો આટા ફેરા મારતા દેખાય છે. આ વિસ્તારના લોકો ને વાડીએ રાખોપુ કરતા ખેડૂત ધીરભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા 3થી 4 મહિનાથી રોજ સિંહો રોડ ઉપર દેખાય છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કોઈ જાણ નથી
છેલ્લા 3 દિવસમાં સિંહોના અને દીપડાએ પણ હુમલા કર્યાં છે ત્યારે આજે મહુવાની જાગધાર નજીક સિંહોના ટોળા નીકળ્યાનો વીડિયો વાયરલ થયો હતો. હજી ગઈ કાલે મહુવાના ગલથર ગામમાં એક ખેડૂત ઉપર સિંહણે હુમલો કરેલો ત્યારે આજે જાગધારની સીમમાં સિંહો આટા મારતા દેખાયેલાનો વીડિયો વાયરલ થયો છે. આ બાબતે આજે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જણાવતા તેઓ સિંહો વિશે અજાણ હતા.
ખેડૂતો ભયભીત, સરકાર રક્ષણ આપે તેવી ખેડૂતોની માગ
આ વિસ્તારના ખેડૂત વલ્લભભાઈના જણાવ્યા મુજબ, હમણા સિંહો અને દીપડાના આંટાફેરા વધી ગયા છે. સરકાર પિયત માટે રાત્રિના સમયે લાઈટ આપતી હોવાથી અમારે ખેતર જવું કે નહીં એ ખબર પડતી નથી. અચાનક ખેતરમાં પશુ દ્વારા હુમલા થતા હોય ખેતર જવાની પણ બીક લાગે છે. આ અંગે સરકાર ઘટતું કરે અને અમારા જાનમાલનું રક્ષણ થાય અને અમને દિવસમાં લાઈટ મળે તેવી માગ કરી છે.