ભાવનગર: મન હોઈ તો માળવે જવાય... હા, ભાવનગરના રસિકભાઈ વાઘેલાએ આ ઉક્તિને સાર્થક કરી છે. તેઓ સરકારી શિક્ષક છે અને કલાકાર તેમજ રક્તદાતા પણ છે. આશરે 1 લાખ સુધીનું કાપડ લાવીને માસ્ક બનાવીને તેઓએ મફત વિતરણ કર્યું છે. કોઈ પ્રસિદ્ધિ નહીં કે કોઈ લોભ વગર રસિકભાઈએ કોરોના મહામારીમાં માસ્કનું વિતરણ કર્યું છે. હજુ પણ માસ્ક બનાવીને વિતરણ કરી રહ્યા છે. આ માસ્ક જરૂરિયાતમંદોને પહેલા આપવામાં આવી રહ્યા છે.
શિક્ષકે એક લાખના કાપડના માસ્ક બનાવી મફત વિતરણ કર્યું "કામે ક્યાં ના કહી છે, જો તમારે કરવું હોય તો ? બુદ્ધિએ ક્યાં ના કહી છે,તમારે અનુસરવું હોઈ તો ? " આ વાક્યો એક એવા સરકારી શિક્ષકના છે જેમણે એક નહિ ત્રણ ત્રણ ક્ષેત્રમાં સિદ્ધિઓ હાસંલ કરેલી છે. પણ અહીંયા આપણે આ શિક્ષકની સેવાકીય કામગીરી વિશે જાણીશું. જે મહામારીમાં દરેક સધ્ધર વ્યક્તિની ફરજ પણ બની જાય છે .ચાલો જાણીએ શુ છે સેવાકીય કામગીરી.સરકારી શિક્ષકની એકલા હાથે માસ્ક બનાવી વિતરણની સેવાભાવનગરના રસિકભાઈ વાઘેલા 45 વર્ષીય અને સરકારી શિક્ષક છે. ભાવનગરની ફરિયાદકા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. રસિકભાઈના શોખ ઘણા છે પણ હાલ આપણે વાત કરીએ તેમની સેવાકીય પ્રવૃત્તિની તો તેમની માસ્ક બનાવી વિતરણની મહત્વની ભૂમિકા છે. લોકડાઉન જાહેર થયું અને આજદિન સુધીમાં તેમને 33 હજાર માસ્કનું વિતરણ કર્યુ છે. જરૂરિયાત મંદોને માસ્ક ફ્રીમાં આપવાનું કામ રસિક ભાઈ કરે છે.ઘરે જાતે બનાવે છે માસ્ક, અંદાજે એક લાખનો કર્યો ખર્ચરસિકભાઈ વાઘેલા 45 વર્ષના છે અને જ્ઞાતિએ દરજી છે એટલે વારસાની કળાનો સદુપયોગ તેઓ સારી રીતે કરી જાણ્યા છે. મહામારી આવી ત્યારે પોતાની સેવા કરવાની મળેલી તક તેમને ગુમાવી નથી. સાચું નહિ માનો આશરે 1 લાખ રૂપિયાના કાપડના 33 હજાર માસ્ક બનાવી તેઓ વિતરણ કરી ચુક્યા છે. માસ્ક વોશેબલ એટલે પાણીથી ધોઈને પુનઃ ઉપયોગ કરી શકાય છે. સફેદથી લઈ અલગ અલગ કલરમાં કાપડ લાવીને તેમને જાતે માસ્ક બનાવ્યા છે અને વિતરણ કર્યુ છે. તેમને લોકડાઉનમાં ટાર્ગેટ 25 હજાર માસ્કનો કર્યો હતો. પણ તેઓએ 25 હજાર કરતા પણ વધુ માસ્કનું વિતરણ કરતાા ખૂબ ખુશ છે.રસિકભાઈની અન્ય કળા અને જીવન યાત્રાભાવનગરના રસિકભાઈનો જન્મ 2 ઓક્ટોમ્બરે 1975માં થયો હતો. એટલે હા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતિ એટલે એમ કહી શકાય તારીખ 2 ઓક્ટોમ્બરે છે એટલે સેવાકીય ભાવના તેમનામાં ખૂબ જોવા મળે છે. કારણ કે આ તારીખના દિવસની અસર જરૂર છે. રસિકભાઈ સારા ચિત્રકાર છે અને રક્તદાતા પણ છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં સભ્ય અને ધોરણ 6 અને 8 સંસ્કૃત પુસ્તકમાં તેમના ચિત્રોને સ્થાન છે. અમેરિકા અને મુંબઇ આર્ટ ગેલેરીમાં તેમના ચિત્રોને સ્થાન અપાયેલું છે. સાથે તેઓ 107 વખત રક્તદાન કરી ચુક્યા છે.રસિકભાઈની માસ્કની સેવાને લોકો બિરદાવી રહ્યા છેરસિકભાઈ ખાસ કરીને પોતે બનાવેલા માસ્ક શાકભાજી વેહચતા અને રસ્તા પર બેસીને રોજગારી મેળવતા ગરીબોને પહેલાં આપે છે. ગરીબો માટે માસ્ક પાછળ 10 થી 50 રૂપિયા ખર્ચવા ખૂબ કઠિન બનતા હોય છે. માટે જ્યાં જરૂરિયાત હોઈ ત્યાં માસ્કનું વિતરણ કરીને લોકોને સમજાવે છે કે મહામારી છે બેદરકારી ના દાખવવી જોઈએ એટલે સરકારી શિક્ષકની સરકારની માસ્કની ઝુંબેશમાં સ્વ ખર્ચે પોતાની આર્થિક,શ્રમિક અને સામાજિક જવાબદારી નિભાવતા લોકો તેમને બિરદાવી રહ્યા છે. કહી રહ્યા છે કે અન્ય લોકોએ પણ આ પ્રકારની સેવા જરૂર કરવી જોઈએ.