ગુજરાત

gujarat

ETV Bharat / city

અલંગના શિપબ્રેકરોને LDTને પગલે રાજ્ય સરકારે લાખો રુપિયાનો દંડ ફટકાર્યો - shipbreakeres news

અલંગમાં શિપબ્રેકરોની LDT ઓછી સામે આવતા GMB (Gujarat Maritime Board)દ્વારા કડક કાર્યવાહી કરીને પેનલ્ટી જીકવામાં આવી છે. જેને પગલે શિપબ્રેકરોમાં ફફડાટ ફેલાયો છે. બે સરકારની બેવડી નીતિથી શિપબ્રેકરો પણ મૂંઝવણમાં છે. કેન્દ્ર સરકારનો સહયોગ હોવાથી હોંગકોંગ કન્વેનશન હેઠળ પ્લોટમાં ફેરફાર થઈ રહ્યા છે ત્યારે શિપબ્રેકરો રાજ્ય સરકારના સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે.

સરકારે લાખો રુપિયાનો દંડ ફટકાર્યો
સરકારે લાખો રુપિયાનો દંડ ફટકાર્યો

By

Published : Mar 7, 2021, 10:50 AM IST

Updated : Mar 7, 2021, 12:42 PM IST

  • અલંગમાં શિપબ્રેકરોમાં ફફડાટ
  • સરકારે લાખો રુપિયાનો દંડ ફટકાર્યો
  • બે સરકારની બેવડી નીતિથી શિપબ્રેકરો મૂંઝવણમાં

ભાવનગર:જિલ્લાનું અલંગ કોરોનાકાળ બાદ માંડ આર્થિક ગતિએ ઉભું થવા મથી રહ્યું છે, ત્યારે એક તરફ કેન્દ્રની સરકારનો સહયોગ તો રાજ્ય સરકાર નિયમ કાયદાના ચાબખા મારતી હોવાના આક્ષેપો શરુ થયા છે. LDT નિયમ પ્રમાણે નહી ભરતા શિપબ્રેકરોને પેનલ્ટી ભરવાનું કહેવામાં આવ્યું છે.

LDT કેટલા શિપબ્રેકરને અને શું આક્ષેપ

અલંગમાં LDTના નિયમ પ્રમાણે 5 વર્ષ કાપવાના રહેતા જહાજ ગયા પાંચ વર્ષમાં કાપવામાં નહી આવતા અને GMB સામે LDTના નિયમ કરતા 15 ટકા ઓછાં કપાતા લાખો રુપિયાની પેનલ્ટી જીકવામાં આવી છે. આવા 18 જેટલા શિપબ્રેકર છે, જેને LDTના નિયમ નહીં અનુસરવા બદલ પેનલ્ટી જીકવામાં આવી છે. રાજ્ય સરકારના કડક વલણ અને કેન્દ્ર સરકારના સહયોગ એટલે સરકારોની બેવડી નીતિ વચ્ચે શિપબ્રેકરો મૂંઝવણોમાં છે અને અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર સહકાર આપે.

આ પણ વાંચો:અલંગમાં ઐતિહાસિક યુધ્ધ જહાજ INS વિરાટ 30 ટકા કપાયુ

LDT શું છે અને શિપબ્રેકરની આર્થિક સ્થિતિને પગલે શું અપેક્ષા

અલંગમાં આવેલા પ્લોટમાં 18 શિપબ્રેકરને LDTના નિયમ બદલ જીકવામાં આવેલી પેનલ્ટી બાદ શિપબ્રેકરોનું કહેવું છે કે, હોંગકોંગ કન્વેનશન હેઠળ પ્લોટમાં ફેરફાર થઈ રહ્યા છે. જેથી આગામી પાંચ વર્ષમાં ફેરફારો થશે એટલે LDTનો પ્રશ્ન હલ થઈ જશે, પણ હાલમાં જીકવામાં આવેલી પેનલ્ટીના કારણે શિપબ્રેકરને ફટકો લાગશે. કારણ કે કોરોનાકાળમાં લાગેલો ફટકો અને બાદમાં બજારમાં આવેલી ઘટને લઈને શિપબ્રેકરો આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. એવામાં રાજ્યની સરકાર સહકાર આપે તે જરૂરી હોવાનું શિપબ્રેકરોને લાગી રહ્યું છે. LDT નિયમ પ્રમાણે 30 મીટરના પ્લોટથી લઈને 120 મીટર સુધીના પ્લોટમાં 12 હજાર 500થી લઈને 25 હજાર સુધીની LDT હોવી જોઈએ અને તે રીતે જહાજો કપાવવા જોઈએ. જેમાં 18 જેટલા શિપબ્રેકરોની LDT ઓછી મળવાને પગલે પેનલ્ટી જીકવામાં આવી છે.

આ પણ વાંચો:અલંગ ખાતે અત્યાર સુધીમાં સૌથી મોટું લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાનું થશે ભંગાણ

Last Updated : Mar 7, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details