ભાવનગર: એક યુવાને (youth of Bhavnagar) ITIમાં પ્રવેશ મેળવ્યા બાદ એક જ વર્ષ પછી E CYCLE બનાવી હતી. આ સાયકલનો મોનોગ્રામ બનાવી તેને અમલમાં લાવ્યો છે. યુવાન પાસે સાયકલ હતી તેને મોડીફાઇડ કરી સર્જન કર્યું છે. યુવાન હવે નેનો ટેક્નોલીજી તરફ પોતાનું સંશોધન કરી રહ્યો છે. જાણો આ યુવાન કોણ છે કેવી બનાવી સાયકલ અને હવે શું બનાવશે ?
ભાવનગરના યુવાનનુ કસબ: ITI કરતા કરતા જ કર્યું આધુનિક ડિવાઈસનુ નિર્માણ ધોરણ 10 બાદ ITIમાં પ્રવેશ
ભાવનગર શહેરમાં રહેતા માધ્યમ વર્ગના રાકેશભાઈના પુત્રએ ધોરણ 10 બાદ ITIમાં પ્રવેશ મેળવ્યો (Bhavnagar ITI student) હતો. એક વર્ષના અભ્યાસ બાદ ચાલુ અભ્યાસક્રમે તેને સાયકલ E CYCLE બનાવવાની પ્રેરણા મળી અને તેને સાયકલ બનાવીને સફળતા મેળવી છે, હવે રાકેશભાઈનો પુત્ર આગળ કશુંક નવીન વિચારે છે. ચાલો જાણીએ કોણ છે રાકેશભાઈનો પુત્ર અને શું તેની સિદ્ધિ ?
ભાવનગરના યુવાનનુ કસબ: ITI કરતા કરતા જ કર્યું આધુનિક ડિવાઈસનુ નિર્માણ દિવ્યેશ માન્ડલીયાએ બનાવી E CYCLE
ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ માન્ડલીયાનો પુત્ર દિવ્યેશ માન્ડલીયાએ 2018માં ITI ભાવનગરમાં પ્રવેશ મેળવીને એક વર્ષના અભ્યાસક્રમ બાદ તેના પ્રાધ્યાપક દ્વારા E CYCLE બનાવવા પ્રેરણા આપી હતી. પ્રાધ્યાપકની પ્રેરણાથી સૂઝબૂઝથી દિવ્યેશે પોતાની સામાન્ય સાયકલને જ ઇલેક્ટ્રિક સાયકલ એટલે E CYCLE બનાવી નાખી છે. આ સાયકલ આજે તેને પળે પળ માટે કશુંક નવીન કરવા માટે પ્રેરણા (Inspiration of youth) આપી રહી છે.
ભાવનગરના યુવાનનુ કસબ: ITI કરતા કરતા જ કર્યું આધુનિક ડિવાઈસનુ નિર્માણ E CYCLEમાં શુ ?
દિવ્યેશે E CYCLE બનાવવા માટે 12 વોલ્ટની બે બેટરી એક મોટર અને સર્કિટ આફરે લીવર બનાવવામાં આવ્યું છે. સાયકલ બેટરી ચાર્જ કર્યા બાદ 35થી 40 કિલોમીટર ચાલે છે. દિવ્યેશની સિદ્ધિથી તેના પિતા ખુશ છે અને દિવ્યેશ હવે આગળ નેનો ટેકનોલોજી એટલે કે પક્ષી જેવું એક યંત્ર બનાવવા માંગે છે. કબૂતર કે સમળી જેવા પક્ષીનું એક રિમોટ કન્ટ્રોલ પક્ષી બનાવવા તેને હાલ પ્રેરણા મળી છે અને તે આગળ વધવા માંગે છે. જો કે હાલ દિવ્યેશ સેન્ટ્રલ સોલ્ટમાં એપરેન્ટીસ તરીકે કામ કરી રહ્યો છે.
ભાવનગરના યુવાનનુ કસબ: ITI કરતા કરતા જ કર્યું આધુનિક ડિવાઈસનુ નિર્માણ દિવ્યેશની સિદ્ધિ અન્ય યુવાનો માટે પ્રેરણા
ભાવનગર શહેર નહિ પણ ગુજરાતીઓમાં પડેલી લોહીમાં રહેલી શક્તિ અદભુત છે. ગુજરાતના યુવાનોને પ્રેરણા મળે અને તેને દિશા નિર્દેશ આપવામાં આવે તો દરેક યુવાન દિવ્યેશ જેવા અનેક યુવાનો આજના ટેકનોલોજીના યુગમાં નવીનતા અને સંશોધનમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે સહકાર જોઈ છે તો માર્ગદર્શક અને માતાપિતાનો દરેક યુવાનને જરૂર છે.
આ પણ વાંચો:
Surat AAP Coax Mahesh Sawani : આપ કાર્યકર્તાઓના સવાણીના કાર્યાલય બહાર ધરણા
વધુ એક સરકારી કૌભાંડ: ખોટા દસ્તાવેજથી કરોડોની જમીન સરકારને વેચી