- ભવનગરની ઘોઘા રો રો ફેરી (Roro Ferry) 24 જુલાઈથી 15 દિવસ માટે બંધ થશે
- વિયોજ સિમ્ફની (Vioj Symphony) સેકન્ડ જહાજ રિપેરિંગ માટે સુરત જશે
- 24 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી જહાજનું કરાશે રિપેરિંગ
- ફેરી બંધ થવાથી અનેક લોકોને જવું પડશે સુરત ફરી ફરીને રોડથી
ભાવનગરઃ શહેરની ઘોઘા દહેજ રોરો ફેરી (Roro Ferry) હવે દહેજ નહીં, પરંતુ ઘોઘા સુરત સુધી ચાલે છે. વિજય મુહૂર્તમાં તૈયાર થયેલો આ પ્રોજેક્ટ પૂર્ણ તો થયો પણ વિઘ્નોની હારમાળામાં અટકતો ચાલ્યો જાય છે. હવે પાછું 15 દિવસ માટે રોરો ફેરી ભાવનગર અને સુરત વચ્ચે બંધ રહેશે. મેઈન્ટેનન્સના કારણે 24 જુલાઈથી 15 દિવસ એટલે કે 15 ઓગસ્ટ સુધી રોરો ફેરી (Roro Ferry) બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો-ઓખા-બેટ દ્વારકા ફેરી સર્વિસના 13 બોટના લાયસન્સ 8 દિવસ માટે મોકૂફ
રોરો ફેરી (Roro Ferry) 24 જુલાઈથી બંધ રહેશે
ઘોઘા દહેજ રો રો ફેરી (Ghogha Dahej Roro Ferry) હવે દહેજ નહીં, પરંતુ ઘોઘા સુરત ચાલે છે વિજય મુહૂર્તમાં તૈયાર થયેલો પ્રોજેકટ પૂર્ણ તો થયો પણ વિઘ્નોની હારમાળામાં અટકતો અટકતો ચાલ્યો છે ત્યારે સેકન્ડ ખરીદી કરી લવાયેલું ખખડધજ જહાજ (The ship) ફરી રિપેરિંગના વાંકે અટક્યું છે. રોરો ફેરી (Roro Ferry) 24 જુલાઈથી બંધ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસ જહાજ પરથી એક વૃદ્ધ પ્રવાસીએ દરિયામાં જંપલાવ્યું
જહાજને સુરતના હજીરા ડોક યાર્ડમાં મોકલાશે
આગામી 24 જુલાઈથી રોપેક્ષ ફેરી સર્વિસ (Ropex Ferry Service) 15 દિવસ માટે બંધ કરવામાં આવી છે. વોયેજ સિમ્ફની જહાજને મરામત માટે સુરતના હજીરા ડોક યાર્ડ (Hazira Dock Yard, Surat) ખાતે મોકલવામાં આવશે. વાર્ષિક મેઇન્ટનન્સ માટે વોયેજ સિમ્ફની જહાજ 24 જુલાઈ થી 10 ઓગષ્ટ 15 દિવસ રોરો ફેરી સર્વિસ (Roro Ferry Service) બંધ રહેશે. જળ પરિવહન કરતા જહાજો ને સમયાંતરે મેઈન્ટનન્સની કામગીરી કરવામાં આવતી હોય છે. સમયાંતરે જહાજોની ક્ષમતા અને યોગ્યતાની વાર્ષિક ચકાસણી કરવામાં આવે છે. વોયેજ સિમ્ફની જહાજના એસી કંપાર્ટમેન્ટમાં થોડા દિવસોથી ક્ષતિ જણાય રહી હતી ત્યારે આગામી 24 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન જહાજ ને રીપેરીંગ માટે સુરત ના ડ્રાય ડોક પર મોકલવામાં આવશે