ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ,  મહિલા પાંખના પ્રમુખે આપ્યું રાજીનામું - ગીતાબેન કોતરે રાજીનામું આપ્યું

ભાવનગર: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. આજે સિહોર શહેરના કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન કોતરે રાજીનામું આપ્યું છે.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Nov 4, 2019, 11:41 PM IST

ભાવનગર જિલ્લામાં રાજકીય કાવાદાવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવા વર્ષમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ફેરબદલી શરુ થવા લાગી છે. ભાવનગર જીલ્લાના સિહોર શહેરના કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન કોતરે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસને જિલ્લા કક્ષાએ ફરી ફટકો લાગતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મહિલા પાંખના પ્રમુખે આપ્યું રાજીનામું

ગીતાબેન કોતર ખુબ એક્ટીવ અને સિહોર શહેરના નગરસેવક પણ છે. ત્યારે તેમના રાજીનામાંથી મહિલા પાંખમાં ચહલપહલ જોવા મળે છે. ગીતાબેન કોતરે સોમવારે અંગત કારણ જણાવી રાજીનામાનો પત્ર લખ્યો છે.

ગીતાબેન કોતર ભાજપના યોજયેલા સ્નેહમિલનમાં હાજરી આપીને ભગવો પહેરી લેતા અનેક ચર્ચાઓ થવા લાગી રહી છે.

ABOUT THE AUTHOR

...view details