- લેન્ડ ગ્રેબિંગ કાયદાનો ભાવનગર યાર્ડે કર્યો પ્રથમ ઉપયોગ
- ભાવનગરમાં આ કાયદા હેઠળ કરાઈ અરજી
- માર્કેટિંગ યાર્ડના તંત્ર દ્વારા કલેક્ટર કચેરીમાં અરજી કરાઈ
ભાવનગરઃ રાજ્ય સરકારે બનાવેલા નવા કાયદા એટલે જમીન ઉપર થયેલા દબાણ અથવા કોઈ ખોટી રીતે જમીનનો કબજો મેળવી લીધો હોઈ અને બાદમાં દબાણ હટતું ના હોઈ ત્યારે આ કાયદો લાભકારક નીવડવાની વાત કરવામાં આવેલી છે, ત્યારે આ લેન્ડ ગ્રેબિંગના નવા કાયદાનો ઉપયોગ ભાવનગરથી શરુ થયો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડના તંત્ર દ્વારા યાર્ડની જમીન પચાવીને કબજો જમાવનારા સામે કલેક્ટરમાં અરજી કરવામાં આવી છે. યાર્ડમાં એક શખ્સ દ્વારા કરવામાં આવેલા દબાણને દુર કરવા જતા માથાભારે હોવાનું યાર્ડના વાઈસ ચેરમેને જણાવ્યું છે. છત્રપાલસિંહ પરમાર યાર્ડની જમીન પચાવીને પોતાની કમાણી કરતો હોવાની અરજી સેક્રેટરી મારફત કરી છે.