ગુજરાત

gujarat

By

Published : Jul 2, 2022, 9:56 PM IST

ETV Bharat / city

ભાવનગર જિલ્લાના 3 લાખ હેકટર જમીનના ખેડૂતોને ચોમાસાથી મોટી આશા,સારો પાક ઊતરવાની આશા

ગુજરાત રાજ્યમાં મેઘરાજાની (Monsoon in Gujarat 2022) પધરામણી થઈ છે. પરંતુ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 4.50 લાખ હેકટર જમીનમાં 20 થી 25 ટકા વિસ્તાર પિયત માટે છે. જ્યારે ચોમાસા પર જિલ્લાના 70 થી 75 ટકા ખેડૂતોની રોજીરોટીનો (Bhavnagar District Farmers) આધાર હોય છે. જોકે, પિયત વિસ્તાર અંગે સરકારના અધિકારીએ એક મહત્ત્વની ચોખવટ કરી છે.

ભાવનગર જિલ્લાના 3 લાખ હેકટર જમીનના ખેડૂતોને ચોમાસાથી મોટી આશા,સારો પાક ઊતરવાની આશા
ભાવનગર જિલ્લાના 3 લાખ હેકટર જમીનના ખેડૂતોને ચોમાસાથી મોટી આશા,સારો પાક ઊતરવાની આશા

ભાવનગર: ગુજરાતમાં ચોમાસાનો (Monsoon in gujarat 2022) પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ એક વરસાદે ત્રણ તાલુકામાં ખેડૂતોમાં આશા જગાવી દીધી છે. જિલ્લામાં ખરેખર કેટલી જમીન ચોમાસા પર આધારિત અને કેટલી જમીન પિયત પર આધારિત છે તેના પરથી ખેડૂતોનો અને જિલ્લાના વિકાસનું આંકલન કરી શકાય છે. ભાવનગર જિલ્લામાં ખેતી માટેની (Bhavnagar Agriculture Land) જમીન વિશે વાત કરવામાં આવે તો જિલ્લામાં 4.50 લાખ હેકટર જમીન વાવેતર (Land for Cultivation Bhavnagar) માટે છે. આશરે 2.30 લાખ ખેડૂતો નોંધાયેલા છે. ગત વર્ષે વાવાઝોડાનો માર ખેડૂતોને પડ્યો હતો. 2022 માં ખેડૂતોને શરૂ થયેલા ચોમાસાને પગલે ઘણી મોટી અને સારી આશા છે.

ભાવનગર જિલ્લાના 3 લાખ હેકટર જમીનના ખેડૂતોને ચોમાસાથી મોટી આશા,સારો પાક ઊતરવાની આશા

આ પણ વાંચો:Heavy Rain in Banaskantha: પહેલા જ વરસાદમાં રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજની ખૂલી પોલ

શું કહે છે અધિકારી: ખેતીવાડી અધિકારીએ એ એમ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ખેડાણનો પ્રારંભ થયો છે. કારણ કે થયેલો વરસાદ અપૂરતો છે. ખેડૂતોએ ખેડાણ કરીને બિયારણ અને દવાઓ તૈયાર રાખી છે. સારો એવો વરસાદ થતાં વાવણી કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો ચોમાસામાં 4.20 લાખ આસપાસ હેકટરમાં વાવેતર કરે છે. જિલ્લાની કુલ ખેતીની જમીનમાં 80 થી 90 ટકા જમીનનો ખેતીમાં ઉપયોગ થાય છે. સરકારી ચોપડે માત્ર 1.40 લાખ હેકટર જમીન પિયતમાં આવે છે. 3 લાખ હેકટર જેવી જમીનના ખેડૂતોને 12 માસમાં માત્ર એક સિઝન ચોમાસા પર આધાર રાખવો પડે છે. સિંચાઈના ડેમોના પગલે જિલ્લામાં 1.40 લાખ હેકટરના ખેડૂતો અને કુવા,નહેર વાળા ખેડૂતો 12 માસ ખેતીનો લાભ લે છે. જ્યારે 3 લાખ ખેડૂતો માટે વર્ષોથી કોઈ પિયત માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. હાલમાં વાવણી લાયક વરસાદ નહિ હોવાનું પણ ખેડૂત આગેવાન વિરજીભાઈ પટેલે જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લાના 3 લાખ હેકટર જમીનના ખેડૂતોને ચોમાસાથી મોટી આશા,સારો પાક ઊતરવાની આશા

આ પણ વાંચો:રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર

વરસાદથી મોટી આશા: વલ્લભીપુરના ગ્રામ્ય પંથકમાં 4 ઇંચથી વધુ, ઉમરાળામાં એક ઇંચ, તળાજા પંથકમાં પોણો ઈંચ વરસાદ થવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. જ્યારે ભાવનગર શહેરમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ થવાને કારણે સર્વત્ર ઠંડક અનુભવાઈ રહી છે. ચોમાસું સીઝનમાં ભાવનગર શહેરમાં એવરેજ વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ગરિયાધારમાં 142 મીમી જેટલો થતા ખેડૂતો સારા પાકની આશા રાખી રહ્યા છે. જ્યારે સૌથી ઓછો વરસાદ સિહોર તાલુકામાં થતા માત્ર 17 મીમી જેટલો જ વરસાદ નોંધાયો છે. જે કુલ એક ઈંચ કરતા પણ ઓછો છે.

ABOUT THE AUTHOR

...view details