- કોરોનામાં મૃત્યુ પામેલાઓને મરણના દાખલાઓ તો મળી ગયા પણ ઉલ્લેખ નહીં
- ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં 1000 કરતા વધુ મરણના દાખલા નીકળ્યાં
- સરકારી તંત્રએ હોસ્પિટલ કે મહાનગરપાલિકાના મરણના દાખલામાં નથી કરી નોંધ
- થયેલા મૃત્યુનો અંદાજ મરણના દાખલા પરથી કરી શકાય છે કે કેટલા મોત હશે
ભાવનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો સરકારી ચોપડે ખૂબ જ ઓછો છે કારણ કે કોરોના સાથે અન્ય રોગ હોય તો કોમોરબીડ મૃત્યુ પણ ગણવામાં આવ્યું નથી. ત્યારે દરેકને મરણનો દાખલો તો આપવામાં આવે છે પણ તેમાં ક્યાંય ઉલ્લેખ હોસ્પિટલ કે મહાનગરપાલિકા દ્વારા કોઈ કાગળ પર કરવામાં આવતો નથી. ભાવનગરની બીજી લહેર ખતકનાક સાબિત થઈ અને મૃત્યુના દાખલા અધ ધ નીકળ્યાં છે.
ભાવનગર શહેરમાં કોરોનામાં બીજી લહેરમાં શું હતી પરિસ્થિતિ
ભાવનગર શહેરમાં બીજી લહેર ખૂબ ભયંકર હતી. લોકોને ઓક્સિજનના સિલિન્ડર તેમજ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની ગયાં હતાં. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ મૃત્યુના દાખલા તો કાઢી આપ્યા પણ ક્યાંય ટાંક મારવામાં આવી નથી કે મૃત્યુ કોરોના કારણે કે કો મોરબીડના કારણે થયું છે. ઓગસ્ટ અને સેપ્ટમ્બરમાં સૌથી વધુ મરણના દાખલા નીકળ્યા છે જ્યારે બીજી લહેર જોરમાં હતી.
ભાવનગરમાં સ્થાનિક તંત્રએ આંકડા બતાવ્યાં પણ મૃત્યુનું કારણ કોરોના નહીં
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જન્મ મરણ વિભાગમાં એક નહીં ત્રણ બારીઓ મૂકીને મરણના દાખલા કાઢ્યાં હતાં. જેથી મરણના દાખલા માટે કોઈએ હેરાન થવું પડે નહીં. મહાનગરપાલિકાના મરણના દાખલા કે હોસ્પિટલમાંથી આપવામાં આવતા સર્ટિફિકેટમાં ક્યાંય ઉલ્લેખ કો મોરબીડ ડેથવાળા દર્દીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આરોગ્ય વિભાગના અધિકારી હાલ રજા ઉપર છે ત્યારે તેમની સાથે વાતચીત કરતાં આર કે સિંહાએ જણાવ્યું હતું કે આપણે મરણના દાખલામાં ક્યારે કોઈ મૃત્યુનું કારણ લખતા નથી. તો સર ટી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટનો સંપર્ક સાધતા જવાબ આપવાને બદલે RMO ને પૂછો કહીને વાત પુરી કરી હતી. ત્યારે હોસ્પિટલના RMO આદેસરા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મરણ બાદ આપવામાં આવતા ફોર્મમાં ક્યારેય કોઈના મૃત્યુનું કારણ દર્શાવવામાં આવતું નથી. જો કે સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે સરકારના નિર્દેશ મુજબ મરણના દાખલામાં કે હોસ્પિટલના ફોર્મમાં નોંધવામાં આવતું નથી કે કોરોનાથી મોત છે કે કોમોરબીડથી મોત છે.