- સાંસદ ભારતીબેન શિયાળે વારંવાર રજૂઆત કરી
- સાંસદની રજૂઆત બાદ અંતે મુંબઈની ફ્લાઇટ શરૂ કરાઈ
- આ સેવા યથાવત રહે તેવી લોક માંગો ઊઠી
ભાવનગરઃ શહેરમાં કોરોના મહામારીમાં બંધ થયેલી પરિવહન સેવામાં મુંબઇ જતી ફલાઇટ પણ બંધ હતી. છેલ્લા ઘણા સમયથી સાંસદની રજૂઆતને સાંભળતા અંતે મુંબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. મંગળવારે પ્રથમ ફ્લાઇટ આવી હતી અને હવે રોજ મુંબઈની ફલાઇટ લોકોને મળી રહેશે.
સાંસદની રજૂઆત સફળ
ભાવનગર શહેરમાં ફલાઇટનો પ્રારંભ થઇ ચુક્યો છે. કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન અમલી કરાયા બાદ બંધ થયેલી ફલાઇટ ફરી શરૂ થઈ છે. મંગળવારથી પ્રથમ ફ્લાઇટ મુંબઈથી ભાવનગર અને ભાવનગરથી મુંબઇની ટ્રીપ શરૂ કરવામાં આવી છે. શહેરના લોકોને મુંબઇ જવા માટે ફલાઇટ સિવાય કોઈ ટૂંકો માર્ગ રહેતો નથી. જમીન માર્ગે મુંબઇ જવા માટે 12 કલાક થાય છે તો ટ્રેનમાં પણ 12 કલાક જેટલો સમય લાગી જાય છે. લોકડાઉનથી બંધ મુંબઇ ફ્લાઇટ મંગળવારથી શરૂ થઈ છે. ફલાઈટ શરૂ કરાવવા માટે સાંસદ ભારતીબેન શિયાળે વારંવાર રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆત બાદ અંતે મુંબઈની ફલાઇટ શરૂ કરવામાં આવી છે.
સાંસદની રજૂઆત બાદ અંતે મુંબઈની ફલાઇટ શરૂ કરાઈ પ્રથમ ફલાઇટ ક્યારે આવી
શહેરમાં મુંબઈની ફ્લાઇટનો પ્રારંભ થતાં મુંબઈના પ્રવાસીઓમાં અનેરો આનંદ છવાયો છે. મંગળવારના રોજ બપોરે 12.30 કલાકે એર ઇન્ડિયાની ફલાઇટ આવી હતી અને 13.10 કલાકે ફલાઇટ પુનઃ રવાના થઈ હતી. ભાવનગરથી મુંબઈ જતી રોજીંદી ફ્લાઈટની સેવાનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં તે યથાવત રહે તેવી માંગ પણ ઉઠી છે.