- ભાવનગમાં લૂંટ અને મર્ડરનો બનાવ
- લૂંટારાઓએ ગીરવાનસિંહને લૂંટવા માટે કરી હત્યા
- કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
ભાવનગરઃશહેરમાં રહેતા ગીરવાનસિંહ રાણાની હત્યા કરવામાં આવી હતી, ઘટનાની વાત કરીએ તો ચાર વર્ષ પહેલા પોતાના ગામડેથી શહેરમાં પરત ફરી રહેલા ગીરવાનસિંહ રાણાને રાત્રીના સમયે રસ્તા વચ્ચે બે શખ્સોએ રોકીને ઝપાઝપી કરી હતી અને અંતે કુહાડી અને લાકડી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા, અને રોકડ અને વાહનની લૂંટ કરીને ફરાર થયા હતા. આ ઘટનાને પગલે પોલીસે એફઆઇઆર નોંધી કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને આજે ચાર વર્ષ જેટલો સમય પસાર થયા બાદ આરોપીને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે.
મુખ્ય આરોપી શોભન મકનાભાઈ માવી ક્યારે અને શું બન્યો બનાવ જાણો
ભાવનગર શહેરની મિલેટ્રી સોસાયટીમાં રહેતા ગીરવાનસિંહ દીપસિંહ રાણા 30-9-2016ના રોજ ખેતીલાયક કામગીરી માટે પોતાના ગામ આણંદપર નીકળ્યા હતા અને ગીરવાનસિંહ મોડી રાત્રે જયારે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે માઢીયા અને સવાઈનગર વચ્ચે ગીરવાનસિંહ રાણાને બે શખ્સોએ ઉભા રાખ્યા અને બાદમાં ઝપાઝપી કરીને કુહાડી અને ધોકા જેવા ઘા માર્યા હતા, જેથી ગીરવાનસિંહનું મૃત્યુ થયું હતું અને લુટારાઓ રોકડ રકમ 1500, મોબાઈલ અને બાઈક લઈને ફરાર થઇ ગયા હતા.
કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદીની સજા ફટકારી
ગીરવાનસિંહ રાણાની હત્યામાં બે શખ્સોને પોલીસે પકડી લીધા હતા જે પૈકી મુખ્ય આરોપી શોભન મકનાભાઈ માવી અને અન્ય આરોપીને પકડી લેવામાં આવ્યો હતો જો કે બનાવને લઈને વેળાવદર ભાલ પંથક પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાયા બાદ કોર્ટમાં કેસ ચાલી ગયા પછી ચાર વર્ષે કોર્ટે અંતે સજા ફટકારી છે કોર્ટે મુખ્ય આરોપી શોભન માવીને આજીવન કેદની સજા અને ૫ હજારનો દંડ અને ના ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારી છે જયારે અન્ય આરોપીને શંકાના આધરે છોડી મુકવામાં આવ્યો છે આમ બનાવમાં કોર્ટે કડક સજા સંભાળવી હતી.