- ભાવનગર મહાનગરપાલિકાનો કાર્યકાળ પૂર્ણ
- ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષ પ્રજાના પ્રશ્નો સાંભળશે
- બન્ને પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી શરૂ
ભાવનગરઃ શહેરમાં મહાનગરપાલિકાનો કાર્યકાળ આજે રવિવારે પૂર્ણ થયો છે. જેથી આવતીકાલ સોમવારથી અધિકારી રાજ શરૂ થશે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ 14 ડિસેમ્બરથી પ્રજાના પ્રશ્નો સાંભળવાનું શરૂ કર્યું છે. જેથી ETV BAHARATની ટીમે ભાવનગર ભાજપ શહેર પ્રમુખ અને કોંગ્રેસ શહેર પ્રમુખ સાથે EXCLUSIVE વાતચીત કરી છે.
ભાજપ સાંભળશે પ્રજાના પ્રશ્નો
ભાવનગર મહાનગરપાલિકાના શાસનના પાંચ વર્ષ 13 ડિસેમ્બરના રોજ એટલે આજે પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આગામી ચૂંટણીમાં પક્ષની ભૂમિકા પ્રજા તરફી હોવાનો અહેસાસ કરાવવા લોક પ્રશ્ન હવે નગરસેવકો, મેયર વગેરે ભાજપ કાર્યાલય પર સાંભળશે. આ સાથે જ ભાજપ કાર્યલયથી લોકોની સમસ્યા દૂર કરવાના પ્રયાસ પણ ભાજપ કરશે. આ ઉપરાંત પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ગત વર્ષની નગરસેવકની ટીમ ભાજપ કાર્યાલય પર સવાર અને સાંજ હાજર રહેશે.