ગુજરાત

gujarat

ETV Bharat / city

પૂર્વ DSP હસમુખ પટેલની અધ્યક્ષતામાં હાથ ધરાયું સફાઈ અભિયાન - gujarat news

ભાવનગરના પૂર્વ DSP અને હાલમાં ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ DGP હસમુખ પટેલની ઉપસ્થિતિમાં સરદારનગર શિવનગરમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા અને બ્લડ બેન્કના સહયોગથી સફાઈ અભિયાન યોજાયું હતું.

હામુખ પટેલ પૂર્વ DSPની અધ્યક્ષતામાં હાથ ધરાયું સફાઈ અભિયાન
હામુખ પટેલ પૂર્વ DSPની અધ્યક્ષતામાં હાથ ધરાયું સફાઈ અભિયાન

By

Published : Mar 25, 2021, 6:27 PM IST

Updated : Mar 25, 2021, 7:14 PM IST

  • સફાઈ માટે હસમુખ પટેલે હાંકલ કરી
  • એડિશનલ DGP હસમુખ પટેલની પ્રેરણાથી ગુરુવારથી સફાઈ અભિયાન હાથ ધરાયું
  • મહાનગરપાલિકા અને બ્લડ બેન્કના સહયોગથી અભિયાન હાથ ધરાયું
  • પ્લાસ્ટિકની કોથળીઓનો વિરોધ કરવો જોઈએઃ બિનાબેન હસમુખભાઈ પટેલ

ભાવનગરઃ જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ અને ભાવનગર બ્લડ બેન્કના સહયોગ સ્વચ્છતા અભિયાન એડિશનલ DGP હસમુખભાઈ પટેલની પ્રેરણા દ્વારા શહેરના સરદારનગર શિવનગર પચાસ વારીયા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મેયર કીર્તિબેન દાણીધારીયા, બિનાબેન હસમુખભાઈ પટેલ, ભાવનગર મનપાના કમિશ્નર એમ. એ. ગાંધી, ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ અને ભાવનગર બ્લડ બેન્કના સ્ટાફ સહિતના આગેવાનો જોડાયા હતા. આપણા દેશમાં લોકો ઘણાં પ્રકારે સેવા કરે છે, આ પણ એક સેવાનો જ ભાગ છે, જો આપણું આંગણું સ્વચ્છ હશે તો આપણું ગામ સ્વચ્છ બનશે, આપણું ગામ સ્વચ્છ હશે તો આપણું રાજ્ય સ્વચ્છ હશે અને આપણું રાજ્ય સ્વચ્છ હશે તો આપણો દેશ સ્વચ્છ જરૂર બનશે.

સફાઈ માટે હસમુખ પટેલે હાંકલ કરી

આ પણ વાંચોઃદ્વારકાના ભાણવડ નજીક એતિહાસિક ઘૂમલી મંદિર આસપાસ સફાઈ અભિયાન

અઠવાડિયે એક વખત તેઓ સફાઈની કામગીરી જાતે કરે છેઃ હસમુખ પટેલ

હસમુખભાઈ પટેલે એક કાર્યક્રમમાં પોતાના અભિયાનની વાત કહી હતી કે દર અઠવાડિયે એક વખત તેઓ સફાઈની કામગીરી જાતે કરે છે. ભાવનગર સંસ્કારી નગરી તરીકે જાણીતી છે તેથી સ્વચ્છતાના ત્રણ તત્વો છે, જેમાં પહેલું તત્વ પોતે સાફ રાખો, તંત્ર કામ કરે છે અને આપણે સન્માન આપીએ એ બીજું તત્વ છે, ત્રીજું તત્વ આપણે જ્યારે અઠવાડિયામાં એક વખત સાફ કરીશું, જ્યારે આપણે એક વખત કચરો જાતે જ સાફ કરશુ તો બીજાને કહેવાનો અધિકાર છે, અને આ અભિયાનને "ગ્રેડ ઇન્ડિયા ટુ વોન્ટ" નામ આપ્યું છે.

એડિશનલ DGP હસમુખ પટેલની પ્રેરણાથી ગુરુવારથી સફાઈ અભિયાન હાથ ધરાયું

આપણે સ્વચ્છતા રાખવી જોઈએઃ બિનાબેન પટેલ

એડિશનલ DGP હસમુખભાઈ પટેલના ધર્મપત્ની બિનાબેને જણાવ્યું હતું કે આપણે સ્વચ્છતા રાખવી જ જોઈએ, જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતા હશે, ચોકલેટ ખાવી બધાને ગમે છે પણ તેનો કાગળ ગમે ત્યાં નાખી દઈએ છીએ, પ્લાસ્ટિકની થેલીઓ વધુ જોવા મળે છે. જ્યારે શાક લેવા જઈએ ત્યારે આગ્રહ રાખતા હોઈ છીએ કે થેલી આપશો તો જ શાક લેશું, જ્યારે પણ શાક લેવા જઈએ ત્યારે કાપડની થેલી લઈને જવું. શાકમાર્કેટમાં કાપડની થેલીઓનું વેચાણ કરીએ તેનાથી નવી રોજગારીની તકો મળશે. પ્લાસ્ટિકની કોથળીઓનો જ વિરોધ કરવો જોઈએ, કોથળીઓનો નાશ થતો નથી જેને કારણે નુકસાન થાય છે, કાગળ અથવા તો કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચોઃઅમદાવાદ મંડળમાં સ્વચ્છતા પખવાડિયાનું સમાપન, સ્ટેશનો પર રેલકર્મીઓ દ્વારા શ્રમદાન

Last Updated : Mar 25, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details