ભાવનગર: શહેરમાં કોરોના સંક્રમણને પગલે મૃત્યુ દર સરકારના ચોપડે 25 છે, ત્યારે ભાવનગરના સ્મશાન ગૃહોમાં મૃતદેહોને ઢગલા થઈ રહ્યા છે. ભાવનગરના સ્મશાન ગૃહમાં શુક્રવારના દિવસે એક સાથે 6 મૃતદેહોને અગ્નિદાહ આપવાના દ્રશ્યો સામે આવ્યા છે. જો કે, તંત્રના ચોપડે એક પણ મોત નોંધાયું નથી.
ભાવનગરમાં સ્મશાનનાં મડદા ખોલી રહ્યાં છે તંત્રની પોલ - ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગરમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આવામાં ભાવનગર મહાનગરપાલિકા કોરોનાથી મરનારા લોકોની સંખ્યા નહિવત બતાવે છે. સ્મશાનમાં મૃતદેહોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે, અંતિમવિધિ કરવા આવનારા લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

ભાવનગરમાં સ્મશાનનાં મડદા ખોલી રહ્યાં છે તંત્રની પોલ
ભાવનગરમાં સ્મશાનનાં મડદા ખોલી રહ્યાં છે તંત્રની પોલ
ભાવનગરના શહેરના વિવિધ સ્મશાનમાં મોટી સંખ્યામાં મૃતદેહો આવ્યા છે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર સંક્રમિત વ્યકતિના મૃત્યુ બાદ મનપા દ્વારા આશરે 15 હજાર જેવી રકમ અગ્નિદાહ માટે આપવામાં આવે છે, ત્યારે પ્રશ્ન ઉદભવે કે કોરોનાથી થતાં મૃત્યુ તંત્રના ચોપડે શા માટે નોંધવામાં આવતા નથી? આ ઉપરાંત અચાનક નામ અને સરનામાં જાહેર કરવાનું બંધ કરનારી મહાનગરપાલિકા શું સાચી હકીકત છુપાવી રહી છે?