ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar Municipal Corporationનું બિલ્ડિંગ જર્જરિત અને શહેરના જર્જરિત મકાનો માલિકોને આપે છે નોટિસ - ભાવનગર સમાચાર

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, કોઇના પર નિયમ લાદતા પહેલા નિયમનું પાલન કારવનારે ખુદ નિયમમાં રહેતા શીખવું જોઈએ પણ ઘોર કળિયુગમાં ઉલટી ગંગા જરૂર વહે છે. કેમ? તો ચાલો જાણીએ ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) ચોમાસામાં જર્જરિત મકાનો ઉતારવા નોટિસ આપે છે, જેથી કોઈ જાનહાનિ ન થાય, પણ હવે વિચારો કે ભાવનગર મહાનગરપાલિકાનું મકાન જર્જરિત હોય તો ? શું નિયમ લાગશે? અને જવાબદારના જવાબ પણ જાણી લઈએ ચાલો પણ પહેલા સ્થિતો જાણીએ. . .

Bhavnagar Municipal Corporation
Bhavnagar Municipal Corporation

By

Published : Jun 25, 2021, 11:04 PM IST

  • જર્જરિત બિલ્ડિંગ ઉતારી લેવા નોટિસ આપતી મહાનગરપાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત
  • 1962 આસપાસ બનેલું બિલ્ડિંગને આશરે 50 વર્ષ જૂનું
  • ત્રીજા અને ચોથા માળે બારીના સજા તૂટી જતા સળિયા દેખાયા
  • આશરે 2 હજાર આસપાસ કર્મચારી ભાવનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં બજાવે છે ફરજ

ભાવનગર : 'ડાહી સાસરે જાય અને ગાંડી શિખામણ આપે' એ કહેવતને ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) યથાર્થ કરી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાનું ખુદનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. તેમ છતા ભાવનગર શહેરમાં પ્રજાના જર્જરિત મકાનોને ચડ મકાન ઉતારી લેવાની નોટિસ BMC દ્વારા આપવામાં આવી રહી છે.

આશરે 2 હજાર આસપાસ કર્મચારી ભાવનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં બજાવે છે ફરજ

ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગ કેમ ખખડધજ અને શું સ્થિતિ

ભાવનગર મહાનગરપાલિકાનું બિલ્ડિંગ આશરે 50 વર્ષ કરતા પણ જૂનું છે. ચાર માળના બિલ્ડિંગમાં ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) ના દરેક વિભાગના કર્મચારીઓ બેસે છે. કમિશનરથી લઈને અધિકારીઓ અને મેયરથી લઈને દરેક પદાધિકારીઓ આ જ બિલ્ડિંગમાં હોય છે. આ બિલ્ડિંગના ત્રીજા માળની બારીના સજાઓ તૂટી ગયા છે અને પોપડાઓ પડે છે. પહેલા અને બીજા માળની બારીના સજા પરથી પોપડાઓ પણ પડી રહ્યા છે. સળિયા દેખાઈ રહ્યા છે. આવી ખસ્તા હાલત હોવા છતા રોજ આવતા કમિશનર કે મેયર કક્ષાના વ્યક્તિઓને આ પરિસ્થિતિ દેખાતી નથી.

ત્રીજા અને ચોથા માળે બારીના સજા તૂટી જતા સળિયા દેખાયા

સર્વેમાં કુલ 171 મિલકતો સામે આવી છે, જેમાં ભયમુક્ત માત્ર 17 બિલ્ડિંગ છે

આ અંગે મેયરે જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા કરી છે અને આગામી સ્ટેન્ડિંગમાં પણ ટેન્ડર બહાર પાડીને સમારકામ કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 154 મકાન માલિક અને ભાડૂઆતોને મકાન ઉતરાવી લેવા માટે નોટિસ આપવામાં આવી છે. જેમાં કુલ નોટિસ 826 છે. જ્યારે સર્વેમાં કુલ 171 મિલકતો સામે આવી છે, જેમાં ભયમુક્ત માત્ર 17 બિલ્ડિંગ છે.

1962 આસપાસ બનેલું બિલ્ડિંગને આશરે 50 વર્ષ જૂનું

વિપક્ષે આ મામલે પોતાનો મત રજૂ કરીને બિલ્ડિંગ બાબતે શું કહ્યું?

ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષમાં છે. હાલ ભરતભાઇ બુધેલીયા વિરોધ પક્ષના નેતા છે. BMCની જર્જરિત ઇમારત અંગે ભરતભાઈએ જણાવ્યું હતું કે, 32 વર્ષથી હું ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation)ના બિલ્ડિંગમાં આવું છે અને બિલ્ડિંગ જર્જરિત થઈ ચૂક્યું છે. બિલ્ડિંગ હવે બદલવાની પણ જરૂર છે. કારણ કે, સ્ટાફ માટે પણ અછત ઉભી થઇ છે. આપણે શહેરમાં લોકોને જર્જરિત મકાન ઉતારવા માટેની નોટિસ આપતા હોય અને આપણે જર્જરિત મકાનમાં હોય તે યોગ્ય કહેવાય નહીં. એટલે અમે પણ રજૂઆત કરશું અને કહિશું કે બિલ્ડિંગ માટે કોઈ નિર્ણય કરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં નિર્ણય લેવાઇ જાય.

શું કહે છે અધિકારી જર્જરિત બિલ્ડિંગ મામલે અને શું સર્વે થયો?

ભાવનગર મહાનગરપાલિકાનું બિલ્ડિંગ આશરે 1962ની આસપાસ બનાવવામાં આવેલું છે. પહેલા નગરપાલિકા હતી. જે બાદ મહાનગરપાલિકામાં તબદીલ થઈ હતી. 1982થી મહાનગરપાલિકા થયા બાદ IAS અધિકારીઓની નિમણૂક શરૂ થઈ ગઈ હતી, ત્યારે આમ જોઈએ તો પણ મહાનગરપાલિકા બની એ વાતને 2022માં 40 વર્ષ થશે. 50 વર્ષનું બિલ્ડિંગનો સર્વે થયો નથી. જર્જરિત છે એસ્ટેટના અધિકારી વિજય પંડિતનું કહેવું છે કે, માત્ર બહારના ભાગમાં પોપડાઓ પડ્યા છે અને સજા તૂટ્યા છે. તેનું ટેન્ડરિંગ થઈ ગયું છે, પણ સ્ટેન્ડિંગ કમિટીમાં આર્કિટેકના રિપોર્ટ સાથે પુનઃ મૂકવાનું કહેવાથી હાલ ટેન્ડર કામ આપવામાં આવ્યું નથી પણ અપાઈ જશે.

આશરે 2 હજાર આસપાસ કર્મચારીઓના ભાવનગર મહાનગરપાલિકાનું બિલ્ડિંગમાં ફરજ બજાવી રહ્યા છે

અધિકારીએ એમ નથી જણાવ્યું કે, બિલ્ડિંગનો વિધિવત સર્વે કરવામાં આવ્યો છે કે કેમ? પરંતુ ક્યાંક બિલ્ડિંગના પિલરો નબળા પડ્યા છે કે નહીં? આવા અનેક પ્રશ્નો વચ્ચે રિપેરિંગ કરીને ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) સંતોષ માની રહી છે. બિલ્ડિંગની ચારે તરફ ચકાસણી કરવી જરૂરી છે. કારણ કે, આશરે 2 હજાર આસપાસ કર્મચારીઓના આ બિલ્ડિંગમાં ફરજ બજાવી રહ્યા છે.

જર્જરિત બિલ્ડિંગ ઉતારી લેવા નોટિસ આપતી મહાનગરપાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details