ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના કેસ ઘટતા નિષ્કલંક મહાદેવમાં ભાદરવી અમાસના દિવસે અસ્થિ પધરાવવા કરાઇ માંગ - bhavnagar

ભાવનગરના બે ભાજપના નેતાઓએ માંગ કરી છે કે, કોરોનામાં નિષ્કલંક મહાદેવ મંદિરમાં કોરોનાકાળથી અસ્થિ પધરાવવા પર પ્રતિબંધ છે, ત્યારે મૃતક પરિવારજનોને કોરોનાના કેસ ઓછા થતા પાસ સિસ્ટમ ઉભી કરીને જવા માટેની પરવાનગી આપવામાં આવે, જેથી માતમનું અનેરું મહત્વ જળવાઈ રહે.

નિષ્કલંક મહાદેવમાં ભાદરવી અમાસના દિવસે અસ્થિ પધરાવવા કરાઇ માંગ
નિષ્કલંક મહાદેવમાં ભાદરવી અમાસના દિવસે અસ્થિ પધરાવવા કરાઇ માંગ

By

Published : Aug 13, 2021, 1:13 PM IST

  • કોરોનાના કેસ ઓછા થતા નિષ્કલંક મહાદેવમાં અસ્થિ પધરાવવા માંગ
  • કલેક્ટરને ભાજપના બે નેતાઓએ લેખિત કરી માંગ
  • છેલ્લા બે વર્ષથી નિષ્કલંક મહાદેવમાં છે પ્રતિબંધ

ભાવનગર: કોરોનાના કેસમાં ઘટાડો થતા અસ્થિ પધરાવવા માટે નિષ્કલંક મહાદેવ ખાતે માંગ કરવામાં આવી છે. ભાજપના આગેવાન નેતા મનાલાલ અને પૂર્વ મેયર નરેન્દ્ર ચાવડાએ કલેક્ટરને લેખિત માંગ કરી છે. નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ ભાદરવી અમાસનો મેળો ભરાય છે. આ મેળામાં ભાવનગર સહિત અનેક ગામમાંથી માણસો મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ કોરોનાને લઈને છેલ્લા બે વર્ષથી ભાદરવી અમાસનો મેળો રદ કરવામાં આવે છે.

આ પણ વાંચો- જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું, મંદિરમાં કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અપાશે પ્રવેશ

કોરોના ગાઈડલાઈન અનુસાર તમામ સ્થળો પર જવાની મંજૂરી આપવામાં આવી

આ વર્ષે કોરોનાના કેસ ઘટતા જાય છે, ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન અનુસાર તમામ સ્થળો પર લોકોને જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરના નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે લોકોના પરિવારજનોમાંથી સ્વર્ગવાસ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવવાનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ એક અનેરૂ માતમ હોય છે.

નિષ્કલંક મહાદેવમાં ભાદરવી અમાસના દિવસે અસ્થિ પધરાવવા કરાઇ માંગ

આ પણ વાંચો- India Corona Update: 24 ક્લાકમાં નવા 41,506 કેસ, 895 મોત

ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે જવા દેવાની મંજૂરી આપવાની કરાઇ માંગ

કલેક્ટર સમક્ષ આગેવાનોએ વિનંતી કરી છે કે, ભાદરવી અમાસના મેળા અંગે તંત્રના નીતિનિયમ મુજબ ભલે જે પણ નિર્ણય આવે, પરંતુ કોરોના દરમિયાન જે પણ લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા અને સ્વજનોના અસ્થિ ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે પધરાવવા માટે મૂકી રાખ્યા છે. તેવા લોકોને કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન અનુસાર મૃત્યુના દાખલા અને માત્ર બે જ લોકોને આધારકાર્ડ વેરીફાય કરી પાસ ઈશ્યુ કરવામાં આવે અને પાસ સાથે હોય તેવા જ લોકોને અસ્થિ પધરાવવા માટે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે જવા દેવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details