- શહેરમાં બે દિવસમાં 15 કેસ બાદ મનપાએ જાહેર સ્થળો પર ટેસ્ટિંગ શરૂ કર્યું
- શહેરના અલગ અલગ પાંચ વિસ્તારોમાં રસ્તા પર રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા
- 4 તારીખે 11 અને 5 તારીખે 4 પોઝિટિવ કોરોના કેસ આવતા એક્શન લેવાયા
- ઓમીક્રોનના ભય વચ્ચે મહાનગરપાલિકા અને સર ટી હોસ્પિટલ કરી લીધી તૈયારી
ભાવનગરઃ ભાવનગર શહેરમાં બે દિવસમાં 15 જેટલા કોરોનાના કેસ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. એક પણ કેસ ન હતો એવામાં એક દિવસમાં 11 અને બીજા દિવસે 4 કેસ આવતા તંત્ર સતર્ક બની ગયું છે. મહાનગરપાલિકાએ જાહેર સ્થળો પર રેપીડ ટેસ્ટ (Corona Testing In Bhavnagar) અને RTPCR ટેસ્ટ ઓમિક્રોનસંદર્ભે (Threat of Omikron variant ) શરૂ કરી દીધા છે. જ્યારે સર ટી હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
ભાવનગરમાં બે દિવસમાં 15 કેસ અને શું તૈયારી મનપાની
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ 13 પીએચસી કેન્દ્ર ઉપર RTPCR અને રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બે દિવસમાં આવેલા કેસોને પગલે જાહેર સ્થળો પર રેપીડ અને RTPCR ટેસ્ટ (Corona Testing In Bhavnagar) કરવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. 4 તારીખે એક દિવસમાં 11 પોઝિટિવ કેસ અને 5 તારીખે 4 પોઝિટિવ કેસઆવતા મહાનગરપાલિકાએ શહેરમાં શિવાજી સર્કલ, આરટીઓ સર્કલ, કાળુભા રોડ, મહિલા કોલેજ જેવા વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે.
13 પીએચસી કેન્દ્ર સાથે ટેસ્ટિંગ જાહેર સ્થળો પર શરૂ સર ટી હોસ્પિટલમાં શું છે વ્યવસ્થા
ભાવનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ સર ટી હોસ્પિટલ છે. જેમાં બીજી લહેરમાં 1000 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ત્યારે નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય(Threat of Omikron variant) વચ્ચે ત્રીજી લહેરની શક્યતામાં સર ટી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે બીજી વેવમાં જે તૈયારીઓ હતી તે (Corona Testing In Bhavnagar) યથાવત છે. હોસ્પિટલમાં 1130 જેટલા બેડ છે. 925 જેટલા બેડ પર ઓક્સિજન પાઇપ લાઇન છે. જ્યારે હાલમાં 205 બેડ પર પાઇપલાઇન ઓક્સિજનની નાખવાની કામગીરી ચાલે છે. સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન 30 હજાર લીટરની ટેંકો છે સાથે PSA પ્લાન્ટ બે છે જેમાં એક મિનિટમાં 2 હજાર લીટર ઓક્સિજન મળે છે. આ સિવાય 125 બેડ રુવાપરી રોડ પર રક્તપિત્ત હોસ્પિટલ કોરોનામાં ફેરવાઈ તેમાં ઉપલબ્ધ છે અને ત્યાં 1000 લીટર એક મિનિટમાં આપતો PSA પ્લાન્ટ છે. મેડિસિન માટે સરકાર જરૂરિયાત પ્રમાણે આપે છે તેમજ હાલમાં કલેકટરના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સની બેઠક છે જેમાં વધુ નિર્ણય થશે.
આ પણ વાંચોઃ Meeting of the task force in Bhavnagar: ઓમિક્રોનને ફેલાવતો અટકાવવા ભાવનગર કલેક્ટરે યોજી ટાસ્ક ફોર્સની બેઠક
આ પણ વાંચોઃ Bhavnagar Municipal Corporation: કોરોના સહાય ફોર્મની કામગીરી મનપા પાસેથી સીટી મામલતદાર કચેરીને સોપાઈ