ગુજરાત

gujarat

ETV Bharat / city

અંધશ્રદ્ધાનું આંધળુ અનુકરણ : શું મોબાઇલ સાથે તાંત્રિક વિધિ કરીને આસુરી શક્તિને ભગાડી શકાય! - ટેકનોલોજી વાળી તાંત્રિક વિધિ

ભારતમાં ધાર્મિક, તાંત્રિક વિધિઓ સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે, પરંતુ વિધિઓમાં ક્યારેક યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. વિધિ કરનારને મોબાઈલથી અતિપ્રેમ હોઈ કે વહેમ, તે રીતે શ્રીફળ પર મોબાઈલ બાંધી ચોકમાં મુકવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આસુરી શક્તિ કે નજર ઉતારવા શ્રીફળ લીંબુનો ઉપયોગ થતો હોય છે, ત્યારે શું હવે ક્યાંક લોકોમાં મોબાઇલને લઈને રોગ ઘર કરી ગયો છે કે શું તેવા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.

શું મોબાઇલ સાથે તાંત્રિક વિધિ કરીને આસુરી શક્તિને ભગાડી શકાય!
શું મોબાઇલ સાથે તાંત્રિક વિધિ કરીને આસુરી શક્તિને ભગાડી શકાય!

By

Published : Aug 29, 2021, 2:59 PM IST

  • 21 મી સદીના યુગમાં ટેકનોલોજીવાળી તાંત્રિક વિધિ
  • શ્રીફળ પર મોબાઈલ બાંધી ચોકમાં મુકવામાં આવ્યા
  • મોબાઇલની વિધિમાં પોલીસની કોઈ ભૂમિકા ના રહે - SP

ભાવનગર : ભારત સાંસ્કૃતિક બાબતો અને ધાર્મિક્તા સાથે જોડાયેલો ખૂબજ પૌરાણિક વેદોનો એક દેશ છે, જેને લઈને હિન્દુઓ હંમેશા ધાર્મિક વિધિઓ કરતા આવ્યા છે, પરંતુ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે, જેમાં તાંત્રિક વિધિને પણ ટેકનોલોજીનું સ્વરૂપ મળી રહ્યું છે. ભાવનગર શહેરમાં એક શ્રીફળ ઉપર ફોન બાંધીને વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે.

મોબાઈલ શ્રીફળ પર બાંધેલા મળ્યા

ભાવનગર શહેરનો વાલકેટ ગેટ વિસ્તાર કે જ્યાં ખાસ કરીને પછાતવર્ગના લોકો વસવાટ કરે છે. વાલકેટ ગેટ ચોકમાં એક દિવસ પૂર્વે કોઈ શ્રીફળ ઉપર સેલફોન અને એન્ડ્રોઇડ ફોન બાંધીને ચોકમાં મૂકી ગયા હતા. જેને લઈને ચારેતરફ કુતૂહલ સર્જાયું છે કે આખરે આ ક્યાં પ્રકારની વિધિ કરવામાં આવી હશે. ઉલ્લેખનીય છે કે, કોઈ ચોકમાં શ્રીફળ કે લીંબુ મૂકી તાંત્રિક વિધિ કરતા હોય તેવું જોવા મળે છે, પરંતુ આવી રીતે ફોન રાખીને વિધિ કરે તે પહેલી વાર જોવા મળતા અનેક સવાલ એ ઉભો થયા છે કે, શું આધુનિક યુગમાં હવે ધાર્મિક વિધિઓએ પણ ટેકનોલોજીનું સ્વરૂપ ધારણ કર્યું છે ?

પોલીસે મળેલા મોબાઈલ વિશે શું કહ્યું

વાલગેટ ચોકમાં શ્રીફળ પર બાંધેલા મળી આવેલા મોબાઈલને પગલે SP સફિન હસન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ મનુષ્ય હોય તો વાત અલગ છે, પરંતુ આ તો માત્ર એક શ્રીફળ ઉપર ફોન મૂકીને વિધિ કરવામાં આવી છે, જેમાં પોલીસની કોઈ ભૂમિકા રહેતી નથી.

ABOUT THE AUTHOR

...view details