- તળાજા નગરપાલિકાની બજેટ બેઠક યોજાઈ
- સતા સ્થાને ભાજપ હોવા છતાં બજેટ ના મજુર કરવા નું ઘડાયું કાવતરું
- લાખોની ગ્રાન્ટ આવી હોવા છતાં વિકાસના કામો ન થયા: કોંગ્રેસ
આ પણ વાંચો :મહુવા નગરપાલિકાની પ્રથમ બેઠકમાં બજેટને લઈ હોબાળો
ભાવનગર: તળાજા નગરપાલિકાની બજેટ બેઠક આજે સવારે રામપરા રોડ ઉપર કોમ્યુનિટી હોલમાં યોજાયેલી આ બજેટ બેઠકમાં ભાજપના આઇ. કે. વાળાના અધ્યક્ષ સ્થાને અને સેક્રેટરી પટેલની નિગરાણીમાં યોજયેલી જ્યારે આઈ. કે. વાળાએ આક્ષેપો કરીને ખેલ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પડી હોવા છતાં 6 માસ સુધી શા માટે જનરલ ન બોલાવી અને શા માટે વિકાસના કામો ન થયા. આમ શાસક પક્ષના સભ્ય દ્વારા જ વિરોધ થતા ભાજપમાં બે ફાડા થતા જોવા મળ્યા હતા અને ભાજપના શહેર પ્રમુખ દ્વારા બજેટ બેઠકમાં બજેટના મંજૂર કરાવીને નગરપાલિકાને સુપરસિડ કરવા માટે 8 સભ્યોને ઘેર હાજર કર્યા હતા. જોકે કોંગ્રેસના 11 અને ભાજપના 16માંથી 8 સભ્યો આવતા 32,79,50,369નું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું અને 79170369ની પુરાત હતી.