ભાવનગર સહિત રાજ્યમાં હાલમાં રદ્દ થયેલી બિનસચિવાલયની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. ધોરણ 12 પાસને બદલે સ્નાતક થયેલા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે તેવા નિયમ સાથે સરકારે પરીક્ષાના ગણતરીના દિવસોમાં પરીક્ષા રદ્દ કરતાં વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જે અંગે ભાવનગર શહેર જિલ્લાના ધોરણ 12 પાસ ઉમેદવારો મોતીબાગ ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને સરકારના નિર્ણયનો વિરોદ્ધ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.
બિનસચિવાલય પરીક્ષા રદ્દ થતાં વિધાર્થીઓએ કર્યો હોબાળો
ભાવનગર: તાજેતરમાં સરકાર દ્વારા બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેના વિરોદ્ધમાં ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મોતીબાગ ટાઉન હોલ ખાતે એકઠા થયા હતા. સરકાર દ્વારા ધોરણ 12 પાસને બદલે સ્નાતકનો નિયમ લાગુ કરવાથી પરિક્ષાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ઉમેદવારો જિલ્લા કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓને થતા અન્યાય મુદ્દે આવેદનપત્ર પાઠવા પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, પહેલાં તો ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવા માટે રૂપિયા ખર્ચવાના, બાદમાં પરીક્ષાની તૈયારીઓ કરવા સમય બગાડવાનો અને પછી પરીક્ષા નજીક આવે ત્યારે ટ્યુશન કલાસ માટે પણ રૂપિયા ખર્ચવાના થાય છે. ત્યારે, હવે સરકાર દ્વારા અચાનક ધોરણ 12 પાસને બદલે સ્નાતકનો નિયમ લાગુ કરી પરીક્ષા રદ્દ કરતા ઉમેદવારોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવાને બદલે બેરોજગારી વધારી રહીં છે.
સરકારે બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઇ સુધારો કરી પરીક્ષા રદ્દ કરતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ભાવનગર જિલ્લાના ઉમેદવારોએ એકઠા થઇ આવેદનપત્ર આપી વિરોદ્ધ દર્શાવ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે, આગામી સમયમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને લઇને કેવા પગલાં ભરવામાં આવે છે.