- શિક્ષણપ્રધાન જીતુભાઇ વાઘાણીનું તેમના ગામમાં ભવ્ય સ્વાગત
- દીકરીઓએ તલવાર ફેરવી તો પ્રભાવિત થઇ શિક્ષણપ્રધાને પણ ફેરવી
- વાઘાણીએ પહેલા એક હાથે પછી બે હાથે ફેરવી તલવાર
ભાવનગરઃ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને હાલમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ( education minister Jitu waghani ) પોતાના માદરે વતન નાના સુરકા ગામે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કેબિનેટપ્રધાન બન્યા બાદ દિવાળીના દિવસોમાં પોતાના વતન આવતાં ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણપ્રધાન Jitu waghani સુરકાની દીકરીઓની તલવારબાજી જોઈ પ્રભાવિત થતા તેમણેે પણ હાથમાં તલવાર લઈને સમળી હતી. લોકોના ટોળા વચ્ચે વાઘાણી પહેલાં એક હાથે તલવાર સમળી બાદમાં બે તલવાર બે હાથે લઈને કરતબ કર્યા હતા. આ જોઈ ગામલોકોમાં ઉત્સાહ વધ્યો હતો.
જીતુ વાઘાણીને વતનમાં વધાવવા કોણે કર્યું સ્વાગત