ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં કોરોના મહામારી વચ્ચે પૂરક પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષાનો તખ્તો તૈયાર - Date of Gujkat examination

ભાવનગર જિલ્લાના વહીવટી અને શિક્ષણ તંત્રની મળેલી બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આગામી 25/8 થી 27/8 દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવશે. જેમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટેની ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવશે, સાથે 24 તારીખના રોજ ગુજકેટની પરીક્ષા પણ લેવાશે. ત્યારે 18,030 વિદ્યાર્થીઓ આ મહામારીમાં પરીક્ષા આપશે. જો કે, યુનિવર્સિટીની શરૂ થયેલી પરીક્ષા બાદ વહીવટી તંત્રએ આગળ વધવાની હિંમત સાથે બોર્ડની પરીક્ષાઓ લેવા પ્રયત્ન કર્યો છે.

Supplementary examination
કોરોના મહામારી વચ્ચે પૂરક પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષાનો તખ્તો તૈયાર

By

Published : Aug 19, 2020, 8:36 PM IST

ભાવનગરઃ જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા આગામી દિવસોમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ભાવનગરના વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર આગામી 25 /8 થી પૂરક પરીક્ષાઓ લેવા જઈ રહી છે, જે માટે સંપૂર્ણ આયોજનનો પ્રારંભ કરી દેવામાં આવ્યું છે.

કોરોના મહામારી વચ્ચે પૂરક પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષાનો તખ્તો તૈયાર

કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ છે, ત્યારે શિક્ષણ વિભાગે વહીવટી તંત્ર સાથે મળીને પરીક્ષા લેવાનું આયોજન નિશ્ચિત કર્યું છે. આ સાથે બુધવારથી RTE માટેના ફોર્મ ભરવાનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 માં બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ જે જૂન-ઓગસ્ટમાં પરીક્ષા આપવા માંગતા હોય અને પરીક્ષા માટે ફોર્મ ભર્યું હોઈ તેવા વિદ્યાર્થીઓની બાકી રહેલી પરીક્ષા આગામી દિવસોમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા ગુજકેટની પરીક્ષા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારી વચ્ચે પૂરક પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષાનો તખ્તો તૈયાર

શહેર અને જિલ્લામાં ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 11,921 વિદ્યાર્થીઓ 621 બ્લોકમાં 31 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 840 વિદ્યાર્થીઓ 37 બ્લોકમાં 04 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ગુજકેટની કોમન એન્ટ્રન્સ પરીક્ષામાં 5209 વિદ્યાર્થી 263 બ્લોકમાં 25 બિલ્ડિંગમાં પરિક્ષા આપશે.

કોરોના મહામારી વચ્ચે પૂરક પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષાનો તખ્તો તૈયાર

આ પરિક્ષાઓ 25/8 થી 27/8 સુધી ચાલશે, જેમાં ગુજકેટ 24/8ના રોજ લેવામાં આવશે. કોરોના મહામારીમાં 18,030 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે, આ તમામ વિદ્યાર્થીઓને થર્મલ સ્ક્રીનિગ અને માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા માટે બિલ્ડીંગને સેનીટાઇઝ કરવામાં આવશે, જોકે શિક્ષણ તંત્ર દ્વારા દરરોજ બિલ્ડીંંગને સેનીટાઇઝ કરવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે.

કોરોના મહામારી વચ્ચે પૂરક પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષાનો તખ્તો તૈયાર

ABOUT THE AUTHOR

...view details