ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરઃ શહેરમાં શેરી શાળા શરૂ કરાઈ, ઓનલાઇન શિક્ષણ નિષ્ફળ હોવાનું જણાવતા શિક્ષકો - Online education

સમગ્ર દેશમાં કોરોનાના કારણે શાળાઓ બંધ છે. ત્યારે હાલ મોટાભાગની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે, જોકે, હાલ પરિસ્થિતિ એવી આવી છે કે વાલીને આગળ ધરી ઓનલાઇન શિક્ષણ નિષ્ફળ હોવાનું ખુદ શિક્ષકોએ કહ્યું છે. ત્યારે હવે શેરી શાળા શરૂ કરાઇ છે, શું તેનાથી સંક્રમણનો ડર નથી ? વાલી મજબૂર, શિક્ષક લાચાર અને વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે, કારણ છે એક માત્ર મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા.

ભાવનગરમાં શેરી શાળા શરૂ કરાઈ
ભાવનગરમાં શેરી શાળા શરૂ કરાઈ

By

Published : Dec 31, 2020, 9:11 PM IST

  • ભાવનગરમાં શેરી શાળા શરૂ કરાઈ
  • શિક્ષકો શેરીમાં આવીને વિદ્યાર્થીઓને આપે છે શિક્ષણ
  • વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોન ન હોવાથી શેરી શાળા શરૂ કરાઈ

ભાવનગરઃ શહેર સહિત સમગ્ર દેશમાં શાળાઓ બંધ છે. બાળકોના ભવિષ્યની ચિંતા વાલીઓ અને શિક્ષકોમાં વધી ગઈ છે, શાળાઓ સરકારે બંધ કરી તો મજબૂર વાલીને બાળકોના ભવિષ્યની ચિંતા થતા શિક્ષકોને શેરીમાં આવીને અભ્યાસ કરવા અપીલ કરાઈ અને શેરી શાળા મહામારીમાં શરૂ કરાઇ છે.

શેરી શાળા શરૂ કરાઈ

15 થી 20 બાળકોને હાલ શેરીમાં જઈને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે

કોરોનાના કારણે શાળાઓ બંધ છે, જોકે, ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પરંતું વ્યવસ્થાના ભાગ રૂપે ઓનલાઇન શિક્ષણ પૂરતું નથી, ત્યારે વાલી અને શિક્ષક મજબૂર બન્યા છે કે, બાળકોને શિક્ષણ ઓનલાઇન સમજાતું નથી તેથી શિક્ષકોને પોતાની શેરીમાં આવીને અભ્યાસ કરવા જણાવ્યું છે અને શહેરની 8 થી 10 શાળાના શિક્ષકોએ ગરીબ બાળકોને અભ્યાસ કરાવવા શેરી શાળા શરૂ કરી છે. 15 થી 20 બાળકોને હાલ શેરીમાં જઈને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

ભાવનગરમાં શેરી શાળા શરૂ કરાઈ

શાળાના શિક્ષકો ઓનલાઈનમાં નિષ્ફળ છે કે વાલી મજબૂર?

શાળાના શિક્ષકો શાળામાંથી ઓનલાઇન શિક્ષણ આપી રહ્યાં છે, પણ કેટલાક બાળકોના વાલી પાસે ફોન એક અને બાળકો બે ત્રણ હોવાથી અભ્યાસ શક્ય નહિ હોવાથી શેરી શાળા શરૂ કરી છે. વાલીનો આગ્રહ એટલે વધ્યો છે કે, ઓનલાઇન શિક્ષણ નહિ મળતા તેનું બાળક અશિક્ષિત બને નહિ ત્યારે શિક્ષકો ક્યાંક કામ કરવા તૈયાર છે તેવું દર્શાવવા શેરી શાળા શરૂ કરી છે. સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક ભલે હોઈ પણ ભીડ એકઠી થશે. શિક્ષક એમ કહીને ચૂપ છે કે અમે શુ કરીયે ઓનલાઇન તેમજ કોઈ પણ રીતે અમારે તો શિક્ષણ આપવાનો અધિકાર છે એટલે નવા પ્રયોગો કરીયે છીએ. મહાનગરપાલિાકામાં શિક્ષણ કર લેવામાં આવે છે અને તેમાંથી શાળાઓમાં ગરીબ બાળકોનો અભ્યાસ કરાવવા શાળાઓ ચાલતી હોય છે. પણ સવાલ એ છે કે, કોલેજોમાં ટેબ્લેટ વહેચણી કરતી સરકાર શિક્ષણ સમિતિમાં બાળકોને ટેબ્લેટ અભ્યાસ પૂરતા આપી શકે છે અને વર્ષના અંતે પરિણામ સમયે ટેબ્લેટ ફરી જમા કરાવીને આવતા વર્ષના નવા આવનારા બાળકોને આપી નવો સિલસિલો પણ શરૂ કરી શકે છે. વિચાર આવો શિક્ષકો અને સમિતિઓમાં છે, પરંતુ સરકારના કાને કોઈને વાત કરવાની હિંમત નથી.

શિક્ષકો શેરીમાં આવીને વિદ્યાર્થીઓને આપે છે શિક્ષણ

ઓનલાઇન શિક્ષણ ગરીબ બાળકો માટે ફળદાયી નથી નીવડ્યું

ભાવનગર શિક્ષણ સમિતિ મજબૂર છે. 8 થી 10 શાળામાં પછાત વિસ્તારના વાલીઓ પાસે ફોનની વ્યવસ્થા કે ટીવી નહી હોવાથી શેરીમાં બે દિવસે એક વખત જઈને શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. બાળકો પણ ઉત્સાહથી આવી રહ્યા છે. ઓનલાઇન શિક્ષણ ગરીબ બાળકો માટે ફળદાયી નથી નીવડ્યું, ત્યારે સરકારી શાળામાં 22 હજાર કરતા વધુ બાળકો છે અને તેના માટે ટેબ્લેટ જેવા સાધનનું માળખું બનાવીને સરકાર આગળ વધી શકે છે, પણ સવાલ એ છે કે પહેલ કોણ કરશે? કોઈની પહેલ નહિ હોવાથી વાલીને ના છૂટકે મજબૂરીમાં શેરી શાળા શરૂ કરવા કહેવું પડ્યું છે અને શિક્ષકોને મજબૂર થઈને ફરી શાળા તો શરૂ કરવી જ પડી છે, પછી ભલે તે શેરી શાળા હોઈ એટલે કોરોના મહામારીમાં સરકારના શાળા બંધ રાખવાનો છેદ સરકારે ઓનલાઇન વ્યવસ્થામાં પૂરતી સફળ નહિ જતા વાલીઓએ ઉડાડયો છે.

ભાવનગરમાં શેરી શાળા શરૂ

મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ પાસે કેટલા ટેબ્લેટ?

ભાવનગર નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ પાસે 100 ટેબ્લેટ બોરતળાવની શાળામાં છે અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી પાસે ઈન્ટરનેટ સુવિધા નથી. તેથી અભ્યાસ ઓનલાઇન શક્ય બની રહ્યો નથી, ત્યારે જોવાનું એ રહેશે કે શું ઓનલાઇન શિક્ષણ સફળ છે ખરું કે હજુ ટેકનોલોજીની ઉણપ જોવા મળી રહી છે.

ભાવનગરમાં શેરી શાળા શરૂ કરાઈ

ABOUT THE AUTHOR

...view details