ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 6ના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, શિક્ષિકાનું ખોવાયેલું સોનાનું બ્રેસલેટ પરત કર્યું - mahuva update

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા બાળકોને શૌચાલયમાંથી સોનાનું બ્રેસલેટ મળ્યુ હતુ.

ધોરણ 6ના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, શિક્ષિકાનું ખોવાયેલું સોનાનું બ્રેસલેટ પરત કર્યું
ધોરણ 6ના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, શિક્ષિકાનું ખોવાયેલું સોનાનું બ્રેસલેટ પરત કર્યું

By

Published : Aug 10, 2021, 1:52 PM IST

  • પ્રાથમિક શાળાના બાળકોએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
  • વર્ગ શિક્ષકનું ખોવાયેલું બ્રેસલેટ બાળકોને મળતા કર્યું પરત
  • શિક્ષકે 10,000 રૂપિયા આપી બાળકોને કર્યા પ્રોત્સાહિત

ભાવનગર: જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કતપર ગામ કે જે 10 હજારની વસ્તી ધરાવતું શ્રમિકોનું ગામ છે, આ ગામની શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા બાળકોને શૌચાલયમાંથી સોનાનું બ્રેસલેટ મળ્યુ હતુ. જે વિષયક વાત તેના પરિવારજનોને કરતા તેઓએ આ બ્રેસલેટ આચાર્યને આપ્યુ હતુ.

ધોરણ 6ના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, શિક્ષિકાનું ખોવાયેલું સોનાનું બ્રેસલેટ પરત કર્યું

અફરોજ મીરાણીનું સોનાનું બ્રેસલેટ ખોવાયુ હતુ

કતપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અફરોજ મીરાણીનું સોનાનું 10 ગ્રામનું રૂપિયા 60,000ની કિંમતનું બ્રેસલેટ ખોવાઈ ગયું હતું. જે અંગે આચાર્યને જાણ કરતાં આચાર્ય દ્વારા બાળકોને જાણ કરી કોઈને મળે તો જાણ કરવા કહ્યુ હતુ. ઈ સમય દરમિયાન શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા 5 બાળકો આકાશ, રોહીત, હિતેશ, અમિત, ધાર્મિકને શૌચાલયમાંથી બ્રેસલેટ મળી આવતા તેઓએ પોતાના વાલીને જાણ કરતા વાલીઓએ જેનું એને પરત કરવાની લાગણી વ્યકત કરી આચાર્યને પરત કર્યું હતું.

આ પણ વાંચો:ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા યુવતીઓમાં બન્યો લોકપ્રિય

શાળાના શિક્ષકે બાળકોને પ્રોત્સાહિત કર્યા

આ શાળાના પાંચેય બાળકોને શિક્ષકે પણ 10 હજાર રૂપિયા આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જોકે આ વાત પરથી એટલું જરૂર કહી શકાય કે, ગરીબ લોકો પણ પૈસાની લાલચમાં નથી આવતા અને પ્રમાણિકતાના પ્રમાણ પત્રો હોતા નથી.

ABOUT THE AUTHOR

...view details